________________
= હિંસોપનિષદ
* हिंसाष्टकम्
- ૨૭ वार्हत्सङ्घप्रत्यनीकतानिवारणकारणद्वारा विशेषबोधिबीजावाप्तिलक्षणमहानिर्जरारूपाहिंसाफलं ददाति, 'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स। सा होइ निज्जरफला अज्झत्थવિનોદિનુત્તરૂં'T9Tોદ્દા
हिंसाफलमपरस्य तु, ददात्यहिंसा फलं तु परिणामे। इतरस्य पुनहिंसा, दिशत्यहिंसाफलं नान्यत्।।७।।
हिंसेति। अहिंसाशब्देनानुकम्पा दयेतियावत्, साऽपि द्रव्यतोऽनुकम्पा सत्यां शक्ती दुःखप्रतीकारः, भावतोऽनुकम्पा आर्द्रहृदयत्वेन (२) एवंविधाऽप्यहिंसा परिणामे-विपाककाले
- હિંસોપનિષદ્ આમ એ મહાત્માઓએ કરેલી હિંસા પણ અરિહંત પરમાત્માએ સ્થાપેલા સંઘની પ્રત્યેનીકતા-શત્રુતાનું નિવારણ કરનારી હોવાથી વિશિષ્ટ બોધિબીજની પ્રાપ્તિરૂપ મહાનિર્જરારૂપી અહિંસાફળ આપનારી થઈ હતી. અર્થાત્ અહિંસાથી જેવું ફળ મળે તેવું ફળ એ હિંસાથી મળ્યું હતું.
માટે જ આગમમાં કહ્યું છે કે જયણા કરતાં એવા, અધ્યાત્મશુદ્ધિ સંપન્ન એવા ગીતાર્થ મહાત્મા થકી જે વિરાધના થાય તેનું ફળ નિર્જરા હોય છે. (પિંડનિર્યુક્તિ- ૬૭૧, ઓઘનિર્યુક્તિ-પપ૯) પ્રસ્તુત વિષયને જ વધુ સ્પષ્ટ કરતાં કહે છે –
શ્લોકાર્ધ :- અહિંસા અન્યને પરિણામે હિંસાનું ફળ આપે છે. અને બીજાને હિંસા પણ અહિંસાનું ફળ આપે છે, બીજુ નહી.II૭ll
અહીં અહિંસા એટલે અનુકંપા, દયા સમજવી. તેમાં પણ દ્રવ્યથી અનુકંપા એટલે છતી શક્તિએ (બીજાના) દુ:ખનો પ્રતિકાર કરવો અને અનુકંપા એટલે ભીનું હૃદય રાખવું. આવા પ્રકારની અહિંસા પણ પરિણામે એટલે કે વિપાકકાળે હિંસાનું ફળ આપે છે.
૨૮ -
- દિસાષ્ટકમ્ - हिंसाफलं ददाति, यथा अभिनिवेशात् अभिष्वङ्गाच्च, निरभिष्वङ्गानुष्ठानमपि जमालिप्रमुखाणामनार्द्रहृदयत्वेन प्रमादाचरणवतां साभिष्वङ्गानुष्ठानफलं ददाति, बहुसंसारवृद्धिकरणादपि, हिंसाफलं तथाविधचारित्रं निष्फलमेवेति भावः। श्रीहेमचन्द्रपादैरुक्तंशरीरी म्रियतां मा वा० इति, इतरस्य समताभिष्वङ्गेण निरभिष्वङ्गानुष्ठानवतो हिंसाऽपि यतनापूर्वकोपयोगिनोऽहिंसाफलं ददाति, नान्यत्-विपरीतफलं न ददातीत्यर्थः, उक्तञ्च- सा प्राणव्यपरोपेऽपि० उपशान्तमोहादिगुणस्थानत्रयवर्तिन इव ।।७।। તેમાં બે કારણ સંભવી શકે (૧) અભિનિવેશ, (૨) અભિવંગ.
જમાલિ વગેરેનું અનુષ્ઠાન અભિવંગરહિત હતું. તેમ છતાં તેમનું હૃદય ભીનું ન હોવાથી તેઓનું આચરણ પ્રમાદયુક્ત હતું. તેથી તેમને અભિવંડસહિત એવા અનુષ્ઠાનનું જે ફળ મળે, તેવું ફળ મળ્યું હતું. તેમનું અનુષ્ઠાન ઘણા સંસારની વૃદ્ધિ કરનારું હતું. તેથી તથાવિધ ચારિત્ર હિંસાથી મળે તેવું જ ફળ આપનારું હતું અને તેથી એ ચારિત્ર નિષ્ફળ જ હતું. એવો અહીં અભિપ્રાય છે.
માટે જ શ્રીહેમચન્દ્રજીએ કહ્યું છે - ‘જીવ મરે કે ન મરે પણ જે પ્રમાદ કરે છે તે નિશ્ચિતરૂપે હિંસા કરે છે.’
તેનાથી અન્ય તો જે સમતાના અનુરાગથી નીરાગ એવું અનુષ્ઠાન કરે છે, યતનાપૂર્વક અપ્રમત્તભાવ રાખે છે, તેનાથી તો કદાચ હિંસા થઈ જાય તો પણ અહિંસાનું ફળ મળે છે. બીજુ ફળ નથી મળતું, અર્થાત્ વિપરીત ફળ નથી મળતું. માટે જ કહ્યું છે કે ‘જીવનો વધ થાય તો પણ અપ્રમત્તને હિંસાનું પાપ લાગતું નથી.’ જેમ કે ઉપશાન્તમોહાદિ ત્રણ (૧૧-૧૨-૧૩) ગુણસ્થાનકોમાં વર્તમાન આત્માને હિંસાજનિત અશુભ ફળ મળતું નથી. કારણ કે તેઓ 9. પૈ- રૂત્વા િ ૨. પૈ- વતનાપૂર્વવાપિ યોગિનE /