Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ २५ २६ * हिंसाष्टकम् जना हिंसां कुर्वन्ति, तत्फलभागेक:-राजा परत्र नरकादिदुःखमनुभवति, 'राजा राष्ट्रकृतं पापं, राजपापं पुरोहितः। भर्ता च स्त्रीकृतं पाप'मिति लोकोक्तेः । एवं बहुभिः कृता हिंसा शाम्बप्रद्युम्नादिकुमरवत् द्वीपायनवधवत् बहवो भोक्तारश्च, एको हिंसां करोत्येक एव भुनक्तीति गाथार्थः ।।५।। कस्यापि दिशति हिंसा, हिंसाफलमेकमेव फलकाले। अन्यस्य सैव हिंसा, दिशत्यहिंसाफलं विपुलम् ।।६।। कस्यापि दिशति हिंसेति। कस्यचिज्जीवस्यैकवारकृता हिंसा तथाध्यवसायादेकवारमेव फलं दत्ते, यथा पूर्वभवे - હિંસોપનિષદ્ - અને તે નરકાદિના દુઃખને અનુભવે છે. કારણ કે એવી લોકોક્તિ છે કે - રાજા રાષ્ટ્રકૂત પાપને ભોગવે છે. પુરોહિત રાજા વડે કરાયેલા પાપને ભોગવે છે અને પતિ પત્ની વડે કરાયેલા પાપને ભોગવે છે. તથા ઘણા વડે કરાયેલી હિંસાનું ફળ ઘણા જીવો ભોગવે છે. એ પણ સમજવું જોઈએ. જેમ કે શાંબ-પ્રધુમ્ન વગેરે કુમારોએ દ્વીપાયનનો વધ કર્યો હતો, અને પરિણામે દ્વારિકા નગરીનો વિનાશ થયો હતો. વળી કોઈ એક હિંસા કરે અને પોતે એકલો જ તેનું ફળ ભોગવે, એ તો પ્રસિદ્ધ જ છે. આ પ્રમાણે ગાથાર્થ છે. પણ હવે હિંસાથી હિંસા તેમજ અહિંસાનું ફળ મળે છે, તે કહે છે શ્લોકાર્થ :- કોઈને હિંસા ફળકાળે હિંસાનું એક જ ફળ આપે છે અને અન્યને તે જ હિંસા વિપુલ એવું અહિંસાનું ફળ આપે છે. IIII. કોઈ જીવને એક વાર કરેલી હિંસા તથાવિઘ અધ્યવસાયથી એક વાર જ ફળ આપે છે. જેમ કે પૂર્વભવે શ્રીવીરે કરેલી શય્યાપાલકની ૧. ઘ- સારૂ| ૨. #g-T--8- ૦૫ના વડુમોdio | हिंसाष्टकम् --- श्रीवीरेण शय्यापालकहिंसाफलमेकशो भुक्तम्, इदं तूपलक्षणं, यथा- एकवारकृता हिंसा कोटिशः फलमुदेति, 'कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुतरो वे-' ति वचनात्, अध्यवसायविशेषाद्वा मन्तव्यं, अन्यस्य कस्यचिज्जीवस्य सुकुमारहृदयत्वेनाकुट्टिप्रमादरहितस्य रौद्रध्यानानभिष्वङ्गतया दुष्टाध्यवसायाभावनिर्मिता प्राणत्यागजन्यपीडारूपा हिंसाऽपि सुमङ्गलविष्णुकुमारादीनामि – હિંસોપનિષદ્ - હિંસાનું ફળ એક વાર ભોગવ્યું હતું. આ તો ઉપલક્ષણ છે. તેના પરથી બીજું પણ સમજવું જોઈએ, કે એક વાર કરેલી હિંસાનું કરોડો વાર ફળ મળે છે. કહ્યું છે ને કે- હિંસાદિનો વિપાક અધ્યવસાયને આધારે કોટાકોટિગુણ કે તેનાથી પણ વધુ થાય છે. (ઉપદેશમાળા ૧૭૮) અથવા તો જેવા અધ્યવસાય હોય તે મુજબ દશગણું, સો ગણું ઈત્યાદિ કુળ સમજવું જોઈએ. અન્ય કોઈ જીવનું હૃદય અત્યંત કોમળ હોય અને તેથી જ તે નિષ્ફરતા અને પ્રમાદથી રહિત હોય. તેને રૌદ્રધ્યાનનો અભિવંગ ન હોવાથી દુષ્ટ અધ્યવસાયનો અભાવ હોય અને તેથી તેના દ્વારા કરાતા વધથી થતી પીડારૂપ હિંસા પણ અહિંસાનું ફળ આપનારી બને. જેમ કે જંગલમાંથી વિહાર કરતા એક મુનિગણની સમક્ષ સિંહ આવી ચડ્યો. તે મુનિગણમાં એક વિશિષ્ટ શક્તિસંપન્ન મહાત્મા હતાં, જેમનું નામ હતું સુમંગલ. એ મહાત્મા એ મુનિગણનું રક્ષણ કરવા માટે આગળ આવીને તે સિંહને એવો તમાચો લગાવી દીધો કે જેનાથી સમસ્ત મુનિગણ મરણાંત ઉપસર્ગથી બચી ગયો હતો. વિષ્ણુકુમારે શ્રીસંઘની રક્ષા માટે એક લાખ યોજનનું વૈક્રિય શરીર વિક્ર્વીને નમુચિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25