Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ ** हिंसाष्टकम् भग्नपदकण्टकस्य द्वेधाकरणे तथाध्यवसायवशात् नूतन-नूतनतरकर्मबन्धो भवति, यदुक्तं सूयगडांगे-“जे केइ खुहुगा पाणा, अदुवा संति महालया। असरिसं सिया वेरं, सरिसं तेहिं णो वदेत्ति 'उच्चालियंमि पाए०' इति १ भङ्गी अध्ववसायविशेषादधिकाधिकतरन्यूनन्यूनतरबन्धभाक्त्वेन विवृता ।।२।। - હિંસોપનિષદ્ અગ્નિમાં પકાવે અથવા ખૂબ જ દ્વેષભાવથી પગમાં વાગેલા કાંટાના બે ટુકડા કરી દે તો તેને તેવા પ્રકારનો હિંસક અધ્યવસાય હોવાથી નૂતન ને વધુ નૂતન-નવો-નવો કર્મબંધ થાય છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે - જે કોઈ મુદ્ર જીવો એકેન્દ્રિયબેઇન્દ્રિયાદિ હોય કે અલા શરીરવાળા હોય. અથવા તો જે પંચેન્દ્રિય કે મોટા શરીરવાળા હોય, અર્થાત્ કંથવા જેવા જીવ હોય કે હાથી જેવા જીવ હોય, પણ તેમની હિંસામાં સમાન જ કર્મબંધ થાય છે કે અસમાન જ કર્મબંધ થાય છે એવું ન કહેવું. (સૂત્રકૃતાંગ-શ્રુતસ્કંધ૨, અધ્યયન-૫) કોઈનો એવો આશય હોય કે બધા જીવોના આત્મપદેશો તો સમાન જ છે. પ્રત્યેક જીવના અસંખ્ય જ આત્મપ્રદેશ હોય છે અને તેના આધારે કોઈ એમ કહે કે નાના-મોટા દરેક જીવની હિંસામાં સરખું જ પાપ છે, તો એમ કહેવું ઉચિત નથી અને કોઈ એમ કહે કે કંથવા અને હાથીની ઈન્દ્રિયો, જ્ઞાન, શરીર વગેરેમાં ઘણો તફાવત છે માટે તેમની હિંસામાં સમાન પાપ ન જ હોય, તો એ પણ ઉચિત નથી. કારણ કે કર્મબંધનો આધાર અધ્યવસાય ઉપર પણ છે. જેને તીવ્ર સંક્લિષ્ટ અધ્યવસાય છે, તેને નાના જીવની હિંસાથી પણ મોટું પાપ બંધાય છે અને જેને હિંસાની ઈચ્છા નથી તેને મોટા જીવની હિંસાથી અતિ અલ્પ કર્મબંધ થાય છે. १. ख-च-छ- न्यूनन्यूनतर० । २. च- ०ता इति तृतीयभङ्गः । - હિંસાZદમ્ एकस्यैव सतीव्रस्य, दिशति फलं सैव मन्दमन्यस्य। भवति सहकारिणामपि, हिंसावैचित्र्यमत्र फलकाले।।३।। एकस्यैव सतीव्रस्येति। एकस्य प्राणिनः सैव हिंसा प्राणपरित्यागेन रौद्रध्यानानुवशगा पीडा तथाविधदुष्टाध्यवसायविशेषाद् द्वारिकायां धन्वन्तरिवैतरणीवैद्यवत् देवनरकतिर्यक्त्वानन्तरमोक्ष नरकादि मन्दं मन्दफलञ्च ददाति, एवं साहाय्यदातॄणां – હિતોપનિષદ્ - તેથી જ પૂર્વે કહેલ વૃધ્યનિયમ - આ આલાવાની વ્યાખ્યા કરતાં અધ્યવસાય વિશેષથી અધિક, અધિકતર, ન્યૂન, ન્યૂનતર કર્મબંધ થાય છે એમ કહ્યું છે. શ્લોકાર્થ :- તીવ અધ્યવસાય સહિત એવા એક જીવને હિંસા તીવ ફળ આપે છે અને તે જ હિંસા અન્યને મંદ ફળ આપે છે. સહકારીઓને પણ ફળકાળે હિંસાવંચિગ થાય છે. Il3II એક જીવને તે જ હિંસા એટલે કે પ્રાણના પરિત્યાગથી રૌદ્રધ્યાનને વશ થયેલા જીવને થતી પીડા તેવા પ્રકારના દુષ્ટ અધ્યવસાયવિશેષથી તીવ ફળ આપે છે. જેમ કે દ્વારિકામાં ધવંતરી વૈદ અભવ્યનો જીવ હતો. તે તીવ સંક્લેશથી મહારંભ-પરિગ્રહ કરતો હતો. તો તે મરીને સાતમી નરકે ગયો. વળી તે જ હિંસા બીજા જીવને મંદ ફળ આપે છે. જેમ કે તે જ નગરીમાં બીજે વૈતરણી નામનો વૈદ હતો. તે પણ મહારંભપરિગ્રહવાળો હતો. છતાં પણ તેને તથાવિધ દુષ્ટ અધ્યવસાયો ન હતાં. એ બહુમાનપૂર્વક મહાત્માઓની ચિકિત્સા કરતો હતો. તો તે મરીને ચૂથપતિ વાનર થયો, ત્યાં પણ સાધુચિકિત્સા તથા ત્રણ દિવસનું અનશન કરીને આઠમા દેવલોકમાં ગયો અને ત્યાંથી ઢવીને મનુષ્ય થઈને મોક્ષે જશે. (આવશ્યક નિર્યુક્તિ પૃ.૩૪૭). 9. g-S- 0નરતિo | ૨. T- ofટ ૧૦ |

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25