Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ हिंसाष्टकम् तेन दिगम्बराः सर्वत्र द्रव्यनिक्षेपात् पूर्वं परिणामरूपभावनिक्षेपमानिनो निरस्ता द्रष्टव्या इत्यलं प्रसङ्गेन । अथ भगीमाह- कस्यचिद् द्रव्यभावतो हिंसा स्यात् १, कस्यचिद् द्रव्यतः स्याद् भावतो न स्यात् २ कस्यचिद् द्रव्यतो न स्यात्, भावतः स्यात् ३, कस्यचिद् द्रव्यभावाभ्यां हिंसा न स्यात् ४, तदेव विव्रियते अविधायाऽपि हि हिंसां, हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाऽप्यपरो हिंसां, हिंसाफलभाजनं न स्यात् ।।१ ।। अविधायेति । अकृत्वाऽपि द्रव्यहिंसां प्राणादित्यागरूपां हिंसाफलं नरकादिकं तस्य भाजनं भवति, तन्दुलमत्स्यवत्, હિંસોપનિષદ્ દ્રવ્યનિક્ષેપની પહેલાં પરિણામરૂપ ભાવનિક્ષેપને માને છે, તે દિગંબરોનો નિરાસ થયેલો જાણવો. પ્રાસંગિક ચર્ચાથી સર્યું. હવે ભાંગાને કહે છે – (૧) કોઈની દ્રવ્ય અને ભાવ બંનેથી હિંસા થાય. (૨) કોઈની દ્રવ્યથી થાય, ભાવથી ન થાય. (૩) કોઈની દ્રવ્યથી ન થાય, ભાવથી હિંસા થાય. (૪) કોઈની દ્રવ્ય-ભાવ બંને રીતે હિંસા ન થાય. તેનું જ વિવરણ કરાય છે શ્લોકાર્થ :- અમુક હિંસા કર્યા વિના પણ હિંસાના ફળનું ભાજન થાય છે. બીજો હિંસા કરીને પણ હિંસાના ફળનું ભાજન થતો નથી. ||૧|| ११ પ્રાણાદિના ત્યાગરૂપ દ્રવ્યહિંસાને કર્યા વિના પણ કોઈ જીવ હિંસાના ફળ-નરકાદિનું ભાજન થાય છે. તંદુલમસ્ત્યની જેમ. તે પણ નવ મહિના સુધી ગર્ભમાં રહીને ગર્ભમાંથી બહાર નીકળ્યા બાદ એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય છે એવો વૃદ્ધ સંપ્રદાય છે. કારણ કે १. क-ख-ग- अथ भंगी । घ अथ चतुर्भगी । २. अयं द्वितियो भङ्गो ग घ प्रती ન વિદ્યત १२ हिंसाष्टकम् - सोऽपि नव मासान् गर्भे स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहूर्त्तायुरिति वृद्धसम्प्रदायः सर्वे गर्भजतिर्यंचो गर्भजमनुष्यवदिति वचनात् महामत्स्यमुखे गतप्रत्यागतं कुर्वाणान् मध्यमत्स्यान् दृष्ट्वा स्वमनसि यद्यहमेषो द्रव्यमहाकाय: स्यां तदा सर्वानभक्ष्यमिति विचारणया कठोरहृदयप्रादुर्भूतरौद्र ध्यानसहचारिणी भावहिंसा नरकफलवतीति तृतीयभङ्गः ३, कृत्वेति । अपरः कश्चिद् द्रव्यहिंसां कृत्वाऽपि नरकादिदुःखभाग् न भवतीति, द्रव्यहिंसां प्राणातिपातरूपां करोति प्राणी, सुकुमारहृदयत्वेन तथाविधदुष्टाध्यवसायाभावात् पीडोत्पादने सत्यपि न तथाविधः कर्मबन्धो भवति येन तत्फलभाग् भवति, द्वादशगुणस्थानवर्त्ति હિંસોપનિષદ્ એવું વચન છે કે ‘સર્વે ગર્ભજ તિર્યંચોને ગર્ભજ મનુષ્યની જેમ સમજવા.' એ તંદુલિયો મત્સ્ય મહાકાયવાળા મત્સ્યના મુખમાં ગતિપ્રત્યાગતિ કરતાં = અંદર જતાં ને બહાર આવતાં મધ્યમકાયવાળા મત્સ્યોને જોઈને મનમાં એવું વિચારે છે કે “જો હું આવો દ્રવ્યથી મહાકાય હોઉં તો બધાને ખાઈ જાઉં.' આવી વિચારણાથી કઠોર હૃદયથી થતી, રૌદ્રધ્યાનની સહચારિણી એવી ભાવહિંસા નરકરૂપી ફળ આપનારી થાય છે. આ પ્રમાણે તૃતીય ભાંગો થયો. બીજો કોઈ દ્રવ્યહિંસા કરીને પણ નરકાદિ દુઃખનો ભાગી થતો નથી. તે જીવ માત્ર પ્રાણાતિપાત રૂપ દ્રવ્યહિંસા કરે છે. કારણ કે તેનું હૃદય અત્યન્ત કોમલ હોવાથી તેને તેવા પ્રકારના દુષ્ટ અધ્યવસાય હોતા નથી. અને તેથી તે બીજાને પીડા ઉપજાવતો હોવા છતાં પણ તેને તથાવિધ કર્મબંધ થતો નથી, કે જેથી તેને નકાદિદુઃખરૂપ ફળ મળે. જેમ કે બારમા ગુણસ્થાનકે રહેલા સાધુ ભગવંતને. એ મહાત્મા સકળ મોહનીય કર્મના ક્ષયથી થયેલા તીવ્ર તીવ્રતર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25