________________
हिंसाष्टकम्
रौद्रध्यानमेवेति पुत्रमोहाद्यपेक्षामात्रपूर्वकमेवेति युक्तमित्याशङ्कापरः कश्चिदाशङ्कते । तमाह न चास्यार्तसम्भवः, स्वयमनभिलाषात्, केवलमस्याप्रमत्तस्थितस्य चारित्रवतस्तथावीर्योल्लासाद्वैरिहननसामर्थ्यादुल्लसच्छक्तिविशेषस्य तत्समय एव दुर्मुखमुखविनिर्गतवैरिपराभव श्रवणमात्रादेव पूर्वनिबद्धप्रायोग्यनरकदलानुभवनवेदनप्रति - भासभासितात्ममनोद्रव्यस्यैव तदवभासतोऽवस्थितप्रभापटलवत्प्रયુક્ત પરિણામ હોવા છતાં પણ પુત્ર પરના મોહ વગેરેની અપેક્ષામાત્ર પૂર્વક એવું રૌદ્રધ્યાન છે.
હિંસોપનિષદ્
આશય એ છે કે ભલે ને હૃદય સુકોમળ હોય અને ભલે ને શાસ્ત્રપ્રસિદ્ધ કોઈ સંક્ષાલન નામના જીવની જેવા પરિણામ હોય તો પણ તેમને થયેલું દુર્ધ્યાન રૌદ્રધ્યાનની કક્ષાનું જ હતું.
આ રીતે અહીં આશંકા કરવામાં તત્પર એવું કોઈ આશંકા કરે
છે. તેને હવે જવાબ આપે છે.
ઉત્તરપક્ષ :- પ્રસન્નરાન્દ્ર રાજર્ષિને આર્તધ્યાનનો તો સંભવ જ નથી. કારણ કે તેમણે પોતે રાજ્યાદિની અભિલાષા કરી ન હતી. કેવળ તેઓ અપ્રમત્ત દશામાં રહેલા હતાં. ચારિત્રીની અવસ્થામાં જ હતાં. અર્થાત્ સ્વગુણસ્થાનકથી પતિત થયા ન હતાં.
એ સમયે તેમને તથાવિધ વીર્યના ઉલ્લાસથી દુશ્મનોને હણવાના સામર્થ્યથી શક્તિવિશેષ ઉલ્લસિત થઈ. તે જ સમયે દુર્મુખ નામના સૈનિકના મુખથી દુશ્મને પોતાનો પરાભવ કર્યો એ વાત સાંભળી અને સાંભળતાની સાથે જ પૂર્વે બાંધેલ વિશિષ્ટ વેદના આપવાની યોગ્યતા ધરાવતા નરકગતિસંબંધી કર્મપુદ્ગલોના અનુભવ દ્વારા થતાં સંવેદનનો જે પ્રતિભાસ થાય, તેનાથી યુક્ત એવું આત્મીય મનોદ્રવ્ય, જે પૂર્વે અવસ્થિત પ્રભાસમૂહવાળા પ્રદીપ જેવું હતું. તે ૧. ---૫-૪- તોઽસ્થિ ।
हिंसाष्टकम् - दीपोपमस्य तदुद्भूतवैरिपराजयजनितभावनाभावितस्य स्वमनस्येव तच्चेष्टाकृतकलुषितस्य तद्भावनाभावितं नरकप्रायोग्यपूर्वनिबद्धदलिक वेदनानुभवरूपं क्लिष्टमनो जातम्, न तु रौद्रम्, नापि હિંસોપનિષદ્' ઉક્ત પ્રતિભાસથી જન્મેલ વૈરીના પરાભવથી થયેલ ભાવનાથી ભાવિત બન્યું હતું.
તેથી પ્રસન્નચન્દ્રરાજર્ષિ પોતાના મનમાં જ તેની ચેષ્ટાથી કરાયેલ કલુષતાથી યુક્ત બન્યાં. તેવી સંક્લિષ્ટ ભાવનાથી ભાવિત એવું નરકપ્રાયોગ્ય પૂર્વે બાંધેલ કર્મપુદ્ગલોથી થયેલ વેદનાના અનુભવરૂપ એવું તેમનું સંક્લિષ્ટ મન થયું.
અહીં તાત્પર્ય એવું જણાય છે કે પ્રસન્નચન્દ્રરાજર્ષિને સત્તામાં રહેલા નરકપ્રાયોગ્ય કર્મો અને તેના અશુભ અનુબંધોને કારણે તથા દુર્મુખના વચનના શ્રવણથી તે સમયે મન સંક્લિષ્ટ થયું હતું, પણ એ સંક્લેશની માત્રા એવી તીવ્ર ન હતી કે જેને રૌદ્રધ્યાન કહી શકાય. તેથી જ તેમનું ગુણસ્થાનક પણ સુરક્ષિત રહી શક્યું હતું. કૃષ્ણ મહારાજ વગેરે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતાં. તેમને અનંતાનુબંધી કષાયોનો આત્યંતિક ક્ષય થયો હતો અને તે છતાં પણ અંત સમયે તેમને દ્વૈપાયન પર વિશિષ્ટ ક્રોધ થયો હતો એ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. વળી અનંતાનુબંધી આદિ ચાર x ક્રોધાદિ ચાર = ૧૬ કષાય થાય, તેમાં પણ અનંતાનુબંધી કષાય સ્વયં અનંતાનુબંધી જેવો, અપ્રત્યાખ્યાનીય જેવો.. એમ ચાર ભેદોવાળો થાય છે. એમ કુલ ૧૬ ૪ ૪ = ૬૪ ભેદો થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ સંજ્વલન કષાય જ અનંતાનુબંધી જેવો થયો હતો. તેમ સમજી શકાય. અને સંજ્વલન કષાય તો સંયમમાં અતિચાર લગાડે છે. સંયમ-ગુણસ્થાનકના વિરોધી નથી. તે કષાયની હાજરીમાં પણ ગુણસ્થાનક ટકી શકે છે. અને તે કષાયનો ઉદય રૌદ્રધ્યાનનું નિમિત્ત બનતો નથી. ટૂંકમાં પ્રસન્નરચન્દ્ર રાજર્ષિ આદિને રૌદ્રધ્યાન થયું ન હતું. તેમનું હૃદય પણ કઠોર થયું ન હતું.