________________
૧૪
થયો હતો તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સભાવથી સ્મરણ કરું છું.
પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક વ્રજલાલ (વરધીલાલ) ત્રિકમલાલ શાહ (વી.ટી.શાહ)ના સુપુત્ર મયૂરભાઈએ આ ગ્રંથને કોમ્યુટરથી વ્યવસ્થિત તૈયાર કરવા માટે ઘણો પરિશ્રમ લીધો છે.
મૂળ પાલનપુરના વતની હાલ મુંબઈ નિવાસી સ્વ. શેઠ કીર્તિલાલ મણિલાલ મહેતાના સુપુત્રો વિજયભાઇ, પ્રબોધભાઇ, કિશોરભાઈ તથા રહિમભાઇ આદિ પરિવારે આ ગ્રંથના પ્રકાશનના સંપૂર્ણ ખર્ચનો લાભ લીધો છે.
આ ગ્રંથના મુદ્રણ આદિમાં નવનીત પબ્લિકેશન્સ વાળા શ્રી નવીનભાઈ એન.શાહ તથા સંજયભાઇ નટવરલાલ વોરા (મહુડીવાળા) એ તથા માંડલના વતની શ્રી અશોકભાઈ ભાઈચંદભાઇ સંઘવીએ ઘણો જ ઘણો સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
આ પુણ્યકાર્યમાં દેવ-ગુરૂ કૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
મારાં સંસારી માતુશ્રીની જન્મશતાબ્દી નિમિત્તે પ્રગટ થતી આ માતા સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી જન્મશતાબ્દી જૈનગ્રંથમાલાના દ્વિતીય પુષ્પ તરીકે આ ગ્રંથના પ્રકાશનની બધી જ જવાબદારી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના કાર્યવાહકોએ સહર્ષ સ્વીકારી છે તે માટે તેમને પણ ધન્યવાદ ઘટે
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વરપાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી સશુરૂદેવ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય મુનિરાજશ્રી ભુવનવિજ્યજી મહારાજના ચરણકમળમાં અનંતશ: પ્રણિપાત કરીને, જે પરમાત્માની પરમકૃપાથી અને જેમની છત્રછાયામાં રહીને આ ભગીરથ કાર્ય અલ્પ સમયમાં પૂર્ણ થઈ શક્યું છે તે શ્રી સિદ્ધાચલમંડન શ્રી ઋષભદેવ ભગવાનના કરકમળની આ ગ્રંથ રૂપી પુષ્પ દ્વારા પૂજા કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત્ ૨૦૫૧, માગશરવદિ ૨, તા. ૨૦-૧૨-૯૪ વીશા-નીમા ઉપાશ્રય પાલિતાણા Pin-364 270.
પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકાર– પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજયમેઘસૂરીશ્વરશિષ્યરત્નપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી
મુનિ જંબૂવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org