________________
૧૩
અમે ખૂબ જ ખૂબ કાળજી રાખીને પ્રફવાંચન કર્યું છે. છતાં પણ તે તે પાઠને સુધારવા જતાં કોમ્યુટરનાં ટાઇપોમાં આગળ-પાછળ હાથ અડી જાય આદિ કારણે કોમ્યુટરમાં નવા અશુદ્ધ પાઠો આવી જાય છે, એટલે તેથી તથા દષ્ટિચૂક કે પ્રમાદથી પણ કોઈ પણ પાઠ અશુદ્ધ રહી ગયો હોય તો વાચકો એનું પ્રમાર્જન કરીને શુદ્ધ પાઠ અમને જરૂર જણાવે. અમે આભાર માનીશું અને ભવિષયમાં સુધારવા પ્રયત્ન કરીશું.
ધન્યવાદ તાડપત્ર તથા કાગળ ઉપર લખેલી જેસલમેર, ખંભાત તથા પાટણની પ્રતિઓની માઈક્રોફિલ્મ, અથવા ઝેરોક્ષ કોપી તે તે ભંડારના કાર્યવાહકોએ અમને લેવા દીધી છે તે માટે તેમનો ઘણો જ આભાર માનવામાં આવે છે. તેમના સૌજન્યથી જ આ કાર્ય શક્ય બન્યું છે. જેસલમેરની તાડપત્રીય પ્રતિઓની માઇક્રોફિલ્મ લેવામાં, સેવામંદિર, રાવટી, જોધપુરના સંચાલક મહાત્યાગી જૌહરીમલજી પારેખે તથા ખંભાતની તાડપત્રીય પ્રતિઓની માઇક્રોફિલ્મ લેવામાં આદરિયાણાના જિતેન્દ્રભાઈ મણીલાલ સંઘવીએ ઘણો ઘણો પરિશ્રમ લીધો
છે.
મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પુંડરીકરત્નવિજયજીએ આ કાર્યમાં વિવિધ રીતે ઘણી સહાય કરી છે.
મારાં સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી કે જેઓ મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી ધર્મઘોષવિજયજીના સંસારી સુપુત્રી છે તેઓએ પાઠભેદો જોવાનું અને નોંધવાનું તેમ જ અનેક અનેક પ્રફો વાંચવાનું અત્યંત જટિલ કાર્ય ઘણા અલ્પ સમયમાં ઘણો ઘણો પરિશ્રમ લઈને પૂર્ણ સિદ્ધ કર્યું છે. તેમના પરિવારે પણ આમાં ઘણો સહકાર આપ્યો
મારાં અનંત ઉપકારી વયોવૃદ્ધ સંસારી માતુશ્રી પૂજ્ય સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ. પૂ. સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન છે તેમના સતત આશીર્વાદ એ મારું અંતરંગ બળ છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા. ૬-૧૧- ૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org