________________
૧
૨
પ્રાચીન વૈયાકરણોની પરંપરાને જ ખરેખર અનુસર્યા છે.
તથા, સામાન્ય રીતે સંસ્કૃત વ્યાકરણમાં ધાતુના વર્તમાનકાળ આદિ અર્થને સૂચવતા દશપ્રકારના પ્રત્યયો આવતા હોય છે. અહીં શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમાં તેને માટે વર્તમાના, સપ્તમી, પુખ્યમી, હ્યસ્તની, સદ્યતની, પરીક્ષા, ૩ર:, શ્વતન, મવિષ્યન્તી, ક્રિયાતિપત્તિઃ એવાં નામો રાખેલાં છે. આમાં બીજાં બધાં નામો તો સાર્થક છે, પણ પંખ્યા અને સપ્તમી આ નામો કેમ આપેલાં છે એ એક સામાન્ય અભ્યાસીને ન સમજાય તેવી વાત છે. પરંતુ આની પાછળ પણ એક ઇતિહાસ છે. અત્યારે ઉપલબ્ધ સંસ્કૃત વ્યાકરણોમાં પાણિનિનું વ્યાકરણ સૌથી પ્રાચીન ગણાય છે. તેમાં વર્તમાનકાળ, પરોક્ષકાળ, શ્વસ્તનકાળ વગેરે સૂચવવા માટે પાણિનિએ પ્રત્યયોની ૪ (વર્તમાન કાળ), જિ (પરોક્ષ), તુમ્ (શ્વસન), સ્ટ (ભવિષ્ય), જે (વૈદિકશબ્દો માટે), જો (વિધ્યાદિ-પંચમી), ૦ (Uસ્તન), 7િ (વિધ્યાદિ=સપ્તમી), સુર્ (અદ્યતન), ૮ (ક્રિયાતિપત્તિ) આવી જુદીજ સંજ્ઞાઓ રાખેલી છે કે જે દશ લકારના નામથી પ્રસિદ્ધ છે. આમાં સે તો વૈદિક સંસ્કૃત શબ્દોમાં જ વપરાય છે, અને તે પણ હિના અર્થમાં વપરાય છે. વળી લૌકિક સંસ્કૃત શબ્દો માટે પણ, આશિષ અર્થમાં સિ ના પ્રત્યયો જ અમુક સંસ્કાર કરીને પાણિનીયવ્યાકરણમાં વાપરવામાં આવે છે. એટલે લૌકિક સંસ્કૃત શબ્દો માટે પાણિનીયવ્યાકરણમાં નેત્ સિવાય નવ જ લકારો છે. તેમાં સ્ત્રો નો નંબર પાંચમો છે, અને જિ નો નંબર સાતમો છે. એટલે તન્વીનર આદિના રચયિતા બીજા વૈયાકરણોએ સો ના પ્રત્યયો માટે પુષ્પમ અને દ્િ ના પ્રત્યયો માટે સક્ષમ એવી સંજ્ઞા પાણિનીયવ્યાકરણના ક્રમ પ્રમાણે રાખી છે. એ જ પરંપરાને અનુસરીને આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ અહીં શ્રી સિદ્ધદેવેન્દ્રરાજાનુરાસન માં પ્રખ્યમી અને સપ્તમી એવી સંજ્ઞા સ્વીકારેલી છે.
પાણિનીયવ્યાકરણમાં ધાતુના દશ ગણો સ્વીકારેલા છે. પરંતુ કાતંત્રવ્યાકરાણમાં પાણિનિના ત્રીજા જુહોત્યાદિ ગણનો બીજા અદાદિ ગણમાં જ પેટાગણ તરીકે સમાવેશ કરેલો હોવાથી નવ ગણ થાય છે. આ.ભ.શ્રી. હેમચંદ્રસૂરિજી મહારાજે પણ એ પરંપરાને અનુસરીને અહીં હૈમવ્યાકરણમાં નવ જ ગણ આપેલા છે.
ગ્રંથમાં જે પાઠ કંઇક સુધારવા જેવો લાગ્યો છે ત્યાં તે સુધારેલો પાઠ ( ) આવા કોષ્ટકમાં આપેલો છે. અમને કોઇક સ્થળે સરળતા માટે કે સ્પષ્ટતા માટે કોઇક પાઠ ઉમેરવા જેવો લાગ્યો છે તે [ ] આવા કોષ્ટકમાં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org