________________
કરવામાં આવ્યો છે, પણ એ અનુસ્વાર દેખાઈ આવે છે.
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની મૂળમાત્રની અર્વાચીન જણાતી તાડપત્રીય પ્રતિઓમાં પ્રાય: અનુસ્વાર નથી, છતાં કોઇક સ્થળે વંતુમાં અનુસ્વાર સ્પષ્ટ પાણે દેખાય છે.
આ બધું જોતાં અને વિચારતાં અમને સ્પષ્ટ રીતે લાગે છે કે પહેલાં ઋતિ: [સાજા૭૦] સૂત્ર આ.ભ.ની હેમચંદ્રસૂરિજી મહારાજે રચ્યું જ નહોતું. શંતુ, સંતુ, વંસુ, વંતુ, મંતુ, શંકુ આદિ પાઠોવાળી ઉપાજ્યમાં ન સહિત જ પ્રક્રિયા હતી. પણ પાછળથી કોઇક કાળે એ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો એટલે ઋવિત: [૪૭૦] સૂત્ર ઉમેરવું પડ્યું અને ડિત્યન્ચસ્વ [રાશા૨૨૪] સૂત્ર પછી મધુસુપાત્ત્વનો શ્વવુતિઃ સૂત્ર કાઢી નાખવામાં આવ્યું. એટલે અનેક સ્થળોએ સૂત્રમાં તથા વૃત્તિના શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો. આ ફેરફાર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પોતે જ કર્યો છે એમ જણાય છે. કારણ કે તેમણે જ રચેલા સ્વપજ્ઞવૃત્તિસહિત પ્રાકૃત વ્યાકરણની વિક્રમ સંવત્ ૧૨૨૪ માં લખેલી ખંભાતની તાડપત્રીય પ્રતિમાં દ્વારા ૧૫૯ સૂત્રમાં વિનોનનિર્વતમત્તેરમUT मतो: । आलु इत्यादय आदेशा मतो: स्थाने यथाप्रयोगं भवन्ति भारीत मतु । લખેલો જોવામાં આવે છે, મંતુ દેખાતો નથી. વિક્રમ સંવત્ ૧૨૯૨માં તાડપત્ર ઉપર લખેલી ખંભાતના શાંતિનાથતાડપત્રીયભંડારની ૨૩૯ ક્રમાંકવાળી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના મૂળ સૂત્ર પાઠની ૮૩ પત્રની પ્રતિમાં તથા બીજી પણ અર્વાચીન તાડપત્રીય પ્રતિઓમાં તથા કાગળ ઉપર લખેલી પ્રતિઓમાં ઋતિ: સૂત્ર છે જ. બધુચુપાત્પનો.... સૂત્ર નથી. અને પ્રત્યયો પણ શતૃ વગેરે જ છે એ હકીકત છે. એટલે અમે લગભગ આઠસો વર્ષોથી અને વર્તમાનમાં પણ પ્રચલિત સૂત્રપાઠ તથા વૃત્તિપાઠ પ્રમાણે જ પાઠો લઘુવૃત્તિ સહિત શ્રીસિદ્ધહેમચંદ્રાનુશાસનના મુદ્રણમાં આપ્યા છે, અને ન વાળા પાઠો પ્રાચીન તાડપત્ર પ્રતિઓમાં મળવા છતાં એનો પાઠાંતર રૂપે પણ નિર્દેશ કર્યો નથી. પરંતુ હમણાં સંશોધિત થઈને પ્રકાશિત થતી રહસ્યવૃત્તિમાં તો અમે શખ્સ નૂ વાળા જ પાઠોને સૂત્રો તથા વૃત્તિમાં આપ્યા છે એટલું સ્પષ્ટતા માટે વાચકોને-અભ્યાસીઓને જણાવીએ છીએ. કારણ કે આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની પ્રક્રિયામાં એ મૌલિક પાઠો હતા. અત્યારે આ પ્રક્રિયા જો કે લુપ્ત થઇ ગઇ છે. છતાં મૌલિક પ્રક્રિયા તો એ જ હતી. અષ્ટાધ્યાયીકમથી ભણવા ઇચ્છતા અને આવશ્યક સંસ્કૃત સૂત્રોનું જ જ્ઞાન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રચેલી રહસ્યવૃત્તિ બહુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org