________________ આ રહસ્યવૃત્તિમાં અષ્ટાધ્યાયીનો ક્રમ જળવાયેલો છે. છતાં જે વિષયો પ્રાથમિક અભ્યાસીઓને જાગવા બહુ જરૂરી નથી, તેને લગતા સૂત્રો-વૃત્તિ-ઉદાહરણ વિગેરે કમી કરી નાંખેલા છે. કોઇ કોઇ ઠેકાણે આગળ પાછળના સૂત્રોનો નિર્દેશ પણ કરેલો છે. - જે સૂત્રો આપવામાં આવેલાં નથી, છતાં સાધનિકામાં કોઈ કોઈ ઠેકાણે જેની જરૂર પડી છે તો ત્યાં શેષાધિકારથી સૂચિત કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તે જાતની ભલામણ પણ કરવામાં આવી છે...... તેમાં અષ્ટાધ્યાયીનો ક્રમ જળવાયેલો હોવાથી આ વૃત્તિ મોઢે કરનારને લઘુવૃત્તિ-મધ્યમવૃત્તિ તથા બ્રહવૃત્તિમાં પ્રવેશ સહેલાઇથી થઈ શકે તેમ છે, તેમાં શંકાને સ્થાન નથી. વળી, એ ત્રણેય વૃત્તિઓ મોઢે કરવામાં વધારે વખત તથા શક્તિ આપવી પડે તેમ છે. ત્યારે આ વૃત્તિનું પ્રમાણ લગભગ અઢી હજાર શ્લોકપ્રમાણ હોવાથી વખત તથા શક્તિ એટલા વાપરવા પડે તેમ નથી. છતાં, વ્યાકરણનો ખાસ ઉપયોગી ભાગ બધો આવી જાય છે. અને આટલો મુખ્ય ભાગ મોઢે કરવાથી પરિશ્રમી અને બુદ્ધિશાળી અભ્યાસી ઉપરના બીજા મોટા ગ્રંથોની મદદથી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે જ. | લઘુહૈમપ્રક્રિયાનું પણ શ્લોકપ્રમાણ તો આના જેટલું જ છે. પરંતુ તેનો અભ્યાસી લઘુવૃત્તિ વગેરેમાં સહેલાઈથી પ્રવેશ કરી શકતો નથી. કેમકે પ્રક્રિયાક્રમ હોવાથી અષ્ટાધ્યાયીક્રમના બ્રહવૃત્તિ વગેરેમાં તેને મુંઝવણ જ થાય છે. ત્યારે આ વૃત્તિના અભ્યાસીને તે મુંઝવણ નડશે નહીં.' | - પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org