Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1 Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 5
________________ ૪ ટીકાકારશ્રી અનેક સ્થાનો ૫૨ ‘થોડા હટ કર’ અર્થઘટન કરે છે. પ્રસ્તુતમાં તેમણે - પૂર્ણને સમગ્ર વિશ્વ અપૂર્ણ દેખાય છે - એવો પાઠ લઈને અર્થઘટન કર્યું છે. આ અર્થ પણ મનનીય છે. ‘અપૂર્ણ પૂર્ણ બને છે અને પૂર્ણ અપૂર્ણ બને છે' આવી મૂળકારશ્રીની અદ્ભુત પંક્તિઓ ૫૨ પુ ભૈ: પૂર્વમાળસ્વાત્માનનો હ્રીયત વ - જેવા ચોટદાર સ્પષ્ટીકરણો કરીને ટીકાકારશ્રીએ મૂળગ્રંથને ચાર ચાંદ લગાવી દીધા છે. (૨) મગ્નાષ્ટક :- એકાગ્રતા અલગ વસ્તુ છે અને મગ્નતા અલગ વસ્તુ છે. બિલાડી કબૂતર પર તરાપ મારતા પૂર્વે એકાગ્ર બને છે. પણ એ મગ્નતા નથી. મૂળકારશ્રીએ મગ્નની વ્યાખ્યા કરી છે, તે ત્રણ તબક્કામાં સમાઈ જાય છે. (૧) પ્રત્યાહાર (૨) મનઃસમાધિ (૩) જ્ઞાનમાત્રવિશ્રામ. સંયમપર્યાયના ક્રમથી તેજોલેશ્યાવૃદ્ધિ, સંયમશ્રેણિનું સ્વરૂપ આદિ આગમિક પદાર્થોનું ટીકાકારશ્રીએ આ અષ્ટકની ટીકામાં સુંદર નિરૂપણ કર્યું છે. (૩) સ્થિરતાષ્ટક :- અનંત ક્રિયાઓ નિષ્ફળ ગઈ, તેનું કારણ એ નથી કે ભવરોગને મટાડવાનું સામર્થ્ય ક્રિયામાં નથી. એનું કારણ તો એ છે કે હજી જીવમાંથી અસ્થિરતા નામનું શલ્ય ગયું નથી. જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી ઔષધ ગુણ ન કરી શકે. ગ્રંથકારશ્રીએ આ રૂપક દ્વારા પોતાના ચિકિત્સાશાસ્રીય જ્ઞાનનો પરિચય તો આપ્યો જ છે. સાથે સાથે - ખોળે ખોળે નિળસાપ્તામિ યુવવશ્વયા પરંખંતે । વમ્મિ મળતા વવૃંતા જેવતી ખાયા ।। (ઓધનિયુક્તિ ૨૭૮) જેવા આગમવચનનું મંડન પણ કર્યું છે સમસ્ત આત્મપરિણતિ નિઃસંગ રૂપ પરમ સ્થિરતા વાળી હોય છે - ટીકાકારશ્રીનું આ વચન અધ્યાત્મનગરના અનેક દ્વા૨ોનું ઉદ્ઘાટન કરે છે. (૪) મોહત્યાગાષ્ટક ઃ- ‘હું ને મારું' આ મોહનો મંત્ર, ‘ન હું, ન મારું' આ મોહજયી મંત્ર... પ્રથમ શ્લોકના આ શબ્દો શાસ્રસાગરના અર્ક જેવા છે. આ એક જ અષ્ટકનું પણ પુનઃ પુનઃ પરિશીલન કરવામાં આવે, તેની પરિણતિ પ્રાપ્ત કરવામાં આવે તો નિકટના કાળમાં વીતરાગદશાની પ્રાપ્તિ થઈ શકે. उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्यः ટીકાકારશ્રીનું આ વચન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાના - યો બિનો સોમેવ ચ - આ શક્રસ્તવના વચનનું પ્રબળ સમર્થન કરે છે. (૫) જ્ઞાનાષ્ટક ઃ- મોક્ષ માટે પુષ્કળ જ્ઞાનની જરૂર નથી, પણ પરિણત જ્ઞાનની જરૂર છે. આ વાત આ અષ્ટકમાં ખૂબ સુંદર રીતે જણાવી છે. આજે જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિનાંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 233