Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1 Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 4
________________ ચેતન ! જ્ઞાન અજવાળીએ 7 આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિજી એક સરદારજી શાકમાર્કેટમાંથી પાછા ફરી રહ્યા હતા, સામે તેમનો જીગરી દોસ્ત મળ્યો, અને સરદારજી ભેગા થયા, એટલે પહેલા સરદારજીએ કહ્યું “મારી થેલીમાં શું છે? તે કહી દે તો તને તેમાંથી એક ટમેટું આપું. અને કેટલાં છે ? તે જો કહી દે તો પાંચ આપી દઉં.” બીજા સરદારજીએ બહુ વિચાર કર્યા પછી હાર માનીને કહ્યું કે “તારી થેલીમાં શું છે? અને કેટલું છે? એ જોયા વિના મને કેમ ખબર પડે ?” જ્યાં બુઝવ્યા બાદ પણ અબુઝ જ કહેવાય એ છે ઘોર અજ્ઞાનદશા અને જયાં સ્વયંભૂપણે સહજજ્ઞાનની સરવાણીઓ ફૂટતી રહે એ છે ગરવી જ્ઞાનદશા. આવી ગરવી જ્ઞાનદશાના ધણીઓએ આપણા જેવા પામર જીવો ઉપર ઉપકાર કરીને આપણને બે અભુત કૃતિઓની ભેટ આપી છે એકનું નામ છે જ્ઞાનસાર અને બીજીનું નામ છે જ્ઞાનમંજરી. ૧. મદં મખેતિ મન્નોર્થ, મોદી નાથ્યવૃત્ | २. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते । उ. तथा जानन्भवोन्माद-मात्मतृप्तो भवेन्मुनिः । ૪. પરસ્પૃહા મહાયુદ્ધ, નિ:સ્પૃહત્વે મહાસુરમ્ | જ્ઞાનસારનાં એક એક અષ્ટક આવા અદ્ભુત વચનોથી જાજરમાન છે તો બીજી બાજુ १. लोभपरिणामः परभावग्रहणेच्छापरिणामः आत्मगुणानुभवविध्वंसहेतुः । २. दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं शुद्धात्मधर्मम् । 3. भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् । આવા પ્રકારના અધ્યાત્મરહસ્યસભર ટંકશાળી વચનોથી જ્ઞાનમંજરી નામની ટીકા ખરેખર મહોરી ઉઠી છે. ખરેખર આ બન્ને કૃતિઓમાં જ્ઞાનના સાગરને ગાગરમાં રજુ કરવામાં આવ્યો છે. અહીં ગાગરને ય ટુંકમાં રજુ કરીશ. (૧) પૂર્ણાષ્ટક :- બત્રીશ અષ્ટકોમાં પથરાયેલ જ્ઞાનસાર પ્રકરણનું આ પ્રથમ અષ્ટક છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પોતાની અન્ય કૃતિઓની જેમ પ્રસ્તુત કૃતિનો પ્રારંભ પણ આ સરસ્વતીના મંત્રસ્વરૂપ “કારથી કરે છે. પ્રથમ જ શ્લોકમાં જેવી દષ્ટિ એવી સૃષ્ટિ – આ તાત્પર્યને સ્પષ્ટ કર્યું છે. યાદશ: પુરુષાત્મા તાદશ સમાપ - માણસ જેવો છે એવું એ બોલે છે – એવા મહાભારતના વચન પર ઈશારો કર્યો છે. ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે - પૂર્ણને સમગ્ર વિશ્વ પૂર્ણ દેખાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 233