________________
જ્ઞાની ભક્તની પ્રતિભા એટલે કે, અવધાન આત્માની અનેક શક્તિઓમાંની એક છે; તેને ઉદ્યોગ જીવનમાં કર્તવ્ય-બુદ્ધિથી કરવો જોઈએ. અને તેથી જ કરીને, હવે પછી રાયચંદભાઈ એ ચમકારી શક્તિનું પ્રદર્શન-પાત્ર અનુશીલન કરવાને બદલે, આત્મજ્ઞાન અને જીવનની ગુણકમ-પ્રગતિને અર્થે સાધનામાં કરવા ઉઘત થાય છે. ગીતાકાર (૧૫-૧૫) માનવ આત્મા વિષે કહેતાં એ જ ભાવનું વર્ણવે છે:सर्वस्य चाहं हृदि संनिविष्टः मत्तः स्मृतिः ज्ञानम् अपोहनं च।
એ બધા છતાં – वेदैश्च सर्वैः अहमेव वेद्यः वेदान्तकृत् वेदविदेव चाहम् ।।
પરમ જ્ઞાનોપદાર્થને પામવાને માટે માનવને મળેલી મૂળશક્તિઓમાંની જ એક સ્મૃતિવૃત્તિ છે. તે બધાના ઉપયોગ વડે, ભણવાનું ને વાંચવાનું સાદું વિદ્યાભ્યાસનું કામ માંડીને અંતિમ વેદાન પણ પામવાનું છે. તેથી એ શક્તિઓને ઉત્તરોત્તર સૂક્ષ્મ ઉપયોગ કરવાનો રહે છે. પોતાના અંતરને જાણવાનું પણ એ જ સાધન છે; કેમ કે, જીવાત્માનું અંતર એટલે જ તેના સ્વભાવ કે સૂક્ષ્મદેહમાં સંચિત પરાપૂર્વની
સ્મૃતિઓથી રચાયેલો ભાવ-દેહ કે વાસનાશરીર. મનુષ્ય જીવનમાં એને પોતે જાતે જ પામવાનો છે ને? એ કામ, તત્ત્વત: જોતાં, મૂળે ચિત્તમાં સંચિત પડેલી વાસના-વસ્તુઓના અવધાનની શકિત કેળવીને જ સંભવે છે; એને જ યોગશાસ્ત્રમાં ધારણા, ધ્યાન, સમાધિનો સંયમ કહે છે. આને જ ચિત્તશુદ્ધિ પણ કહેવાય છે, જેની પ્રક્રિયા છે – “શ: શનૈ: ઉપરમેત બુદ્ધયા વૃતિ-ગૃહીતયા” (ગીતા, ૬-૨૫) બુદ્ધિપૂર્વક વૃતિથી અંતર્મુખ બનીને, સંચિત ચિત્તસૂષ્ટિનું નીંદામણ કરવાનું છે. અને આત્માર્થીએ આ પોતાની શક્તિને તે તરફ જતી થાય તેમ કેળવવી જોઈએ. પરમ જ્ઞાનને માટે જરૂરી લાગે તે આત્માર્થે જાણવાનું, એટલે, ખપનું સંઘરવું અને ના-ખ૫નું વર્જવું કે વિસ્મરણ ખાતે નાંખવું, - એમ આ જ્ઞાનવિધિ હોય છે. કવિ આ વસ્તુને જ માર્મિક સમજનો વિષય કહેતા હશે,. એમ એમના “અવધાન’ વિષેનાં લખાણોમાંથી અનુમાની શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org