Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪ સમાધિમાગ અને પત્રાના પ્રયોજન પર આવતાં છેવટે તેને સંદર્ભ જણાવીને લખે છે તે હવે જોઈએ:- તે કહે છે: હૃદયને વિષે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરવાની એવી પ્રારબ્ધ-સ્થિતિ (તમને) છે; અને તે સ્થિતિ પરિપકવ થવાને વિશે હજુ વાર છે ... “ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.' – એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તો પણ અત્રા કાંઈ હાનિ નથી, કારણ કે દૃષ્ટાન્ત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતને જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે....... સિદ્ધાન્તને વિષે તેનું બળવાનપણું જાણી મહત્ પુરુષો તે દૃષ્ટાન આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમાં થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે સિદ્ધાંત ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડસિદ્ધિ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે.” તથા આગળ એ વિષે વાત કરતાં તે લેખમાં, “આનંદઘનજી અને બીજા ઘણા જ્ઞાની પુરુષો એમ જ કહે છે,” એમ જણાવીને બીજા મતને સ્થાન કઈ રીતે સંભવે તે કહે છે કે:-* ........... જિન વળી બીજો પ્રકાર કહે છે કે અનંત વાર જિન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રી-પુરુષો એમ કહે છે કે, અમે જિનને આરાધીએ છીએ, અને તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તે અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી?” (શ્રી.૧-૩૮૨-૩). - આ લેખ આટલેથી અટકી જાય છે, પરંતુ તે પછીના આંક ૩૯૫ તથા ૩૯૬ “મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮”ની મિતિવાળા છે (શ્રી.૧-૩૮૩-૪) તેને માથે, “તેમ શ્રતધર્મેરે મન દૃઢ ધરે, જ્ઞાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288