Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 267
________________ જ્ઞાની ભકતની પ્રતિભા દેવકરણજી બોલ્યા, “કાયાથી નથી થતા, મનથી થાય છે. શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિએ તો મન, વચન અને કાયા. એ ત્રણે યોગથી સાચવવું જોઈએ. "" ૨૫૮ દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “ તમે ગાદીકિયે બેસા છે, અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહોળાતી હોય ? ’’ શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિ, અમે તા કાળફૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?” આ સાંભળી દેવકરણજી નિરુત્તાર થઈ ગયા. શ્રી. રાજચંદ્રે પૂછ્યું, “તમે કોણ છે?” દેવકરણજીએ કહ્યું, “ જેટલેા વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલા વખત સાધુ છીએ. ” શ્રી. રાજચંદ્રે કહ્યું, “ તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ ? ” . શ્રી. દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રી રાજચંદ્રે કહ્યું, “ નાળિયેરનો ગાળા જેમ જુદા રહે છે, તેમ અમે રહીએ છીએ. શ્રી લલ્લુજીએ શ્રી. રાજચંદ્રને તેમનો ફોટો આપવા ઘણા આગ્રહ કર્યો પણ શ્રી. રાજચંદ્ર માન્યું નહિ. અંતે તેમને નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી: संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं वालिसेणं अलंभो । एतदुक्खे जरिए व लोए सकम्मुणा विपरियासुत्रेइ ॥ [હે જીવા! તમે જાગેા. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; તથા રોગ, શાક, જરા, મરણ વગેરે ભયાથી તે ચારે બાજુ ઘેરાયેલું છે. અજ્ઞાનમાં રહીને સદ્વિવેક પામવા અશકય છે. આખા લાક કેવળ દુ:ખથી તાપ પામ્યા કરે છે, અને પાતપાતાનાં કર્મા વડે અહીંતહીં ભમ્યા કરે છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288