Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 277
________________ ૨૧૦ જ્ઞાની ભક્તની પ્રતિભા રહ્યા. ખેડાથી શ્રી. રાજચંદ્ર મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ વિદાય -થયા. શ્રી. રાજચંદ્રના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઑફિસર હતા. સં. ૧૯૫૫માં નિવૃત્તિને અર્થે શ્રી. રાજચંદ્ર ત્યાં આવ્યા હતા. ગામમાં માત્ર ભાજન જેટલો કાળ દિવસે ગાળતા. ઘણોખરો વખત ઈડરના પહાડ અને જંગલોમાં પસાર કરતા. શ્રી. રાજચંદ્રની મનાઈ હાવાથી જનસમાજમાં તેમના આગમન વિષે કાંઈ વાત બહાર પાડવામાં આવી નહોતી. · ઈડરના મહારાજા સાથે શ્રી. રાજચંદ્રને- રાજધર્મ વિષે વાતચીત થઈ · હતી. ઈડરનાં ઐતિહાસિક સ્થળેા, તેમાં વસનારા પ્રાચીન લોકોની વિજયી સ્થિતિ, જૈન ધર્મ તેમ જ અન્ય ધર્મોમાં યોગ્ય મહાપુરુષોને અભાવે આવી ગયેલી શિથિલતા ઇત્યાદિ વિષે શ્રી. રાજચંદ્રપાતાના વિચારો તેમની આગળ વ્યક્ત કર્યા હતા. શ્રી. રાજચંદ્રના ઈડરનિવાસની ખબર મળતાં શ્રી લલ્લુજી આદિ મુનિએ ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. શ્રી. રાજચંદ્રને તદ્દન એકાંત જોઈતું હતું એટલે આવા પ્રસંગની તેમને ઇચ્છા નહોતી. છતાં પોતે -ફરવા જાય ત્યારે બહાર જંગલમાં અમુક સ્થળે મળવા આવવાની તેમણે તેમને રજા આપી. શ્રી. રાજચંદ્ર તે પહેલેથી અપરિચિત માર્ગોમાં માટે અવાજે ગાથાઓની ધૂન લગાવતા ફરવા નીકળી જતા, અને નિયત સ્થળે વખત થતાં આવી પહોંચતા. એક વેળા તે નીચેની -ગાથાઓનું રટણ લગભગ એક કલાક ચાલ્યું હતું : मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इहनिष्ठ अहे । थिरमिच्छह जइ चित्तं विचित्तझाणपसिद्धीए ॥ ४८ ॥ जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू | लवण य एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५५ ॥ (દ્રવ્યસંગ્રહ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288