Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 259
________________ ૨૫૦ જ્ઞાની ભકતની પ્રતિભા - ઘણાં વર્ષો પૂર્વે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના અધિષ્ઠાતા શ્રી. લઘુરાજ સ્વામી (શ્રી. લલ્લુજી), કે જે શ્રીમદ્ રાજચંદ્રના સમકાલીન સત્સંગી ભક્ત કહેવાય, તેમના સત્સંગમાં શ્રી ગોવર્ધનભાઈ કા. પટેલ (પછીથી “બ્રહ્મચારી ગોવર્ધનભાઈ' તરીકે ઓળખાતા) રહેતા હતા. શ્રીમદ્ રાજચંદ્ર જયંતી-વ્યાખ્યાન પ્રસંગે (સં ૧૯૯૧) ઉપયોગી થાય તેવું કાંઈક લખાણ લખી મોકલવા તેમને શ્રી. મગનભાઈ દેસાઈએ વિનંતી કરાવી હતી. તેમણે ખાસ પરિશ્રમપૂર્વક તથા શ્રી. લઘુરાજ સ્વામીની દોરવણી અને મદદથી શ્રીમદ્ રાજચંદ્રના જીવન-પ્રસંગેથી ભરપૂર એવી એક સળંગ જીવનકથા જ તૈયાર કરીને મોકલેલી. તેમાંથી શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક પરિચય અને પ્રસંગોવાળો ભાગ (તેમની પરવાનગીથી) ટૂંકમાં તૈયાર કરેલ, તે પરિશિષ્ટ-૧ તરીકે ઉતાર્યો છે. જેથી એ બાબતની કેટલીક સામગ્રી વાચકને મળી રહે અને શ્રીમનું જીવન સમજવામાં મદદ મળે. અંતે પરિશિષ્ટ-૨ તરીકે શ્રી. મગનભાઈ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક – સંવત ૨૦૨૪ માટે તા. ૧૬-૧૧-'૧૭ ના રોજ લખી મોકલેલ લેખનો પ્રસ્તુત ભાગ આપ્યો છે. ગુજરાતના ધર્મક્ષેત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના અગત્યના સ્થાન વિષે શ્રી. મગનભાઈના વિચારનો તે ઉપરથી વાચક કંઈક ક્યાસ બાંધી શકશે. બાકી તે, આ મોટું જીવનચરિત્ર લખવા આદરેલું તે અધૂરું રહ્યું છે, એ હકીકત સ્વીકારવી જ રહી. – પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288