Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૪ જ્ઞાની ભક્તની પ્રતિભા કહ્યું છે, તેમાં ભાવના કરવી એ કેવળ ભાસ પણ ઊભું કરવા બરો-- બર ન બને? એથી કરીને ઈશ્વર કે આત્માનું દર્શન થાય, એમ જે કહેવાય છે, તે સત્ય પદાર્થના સાક્ષાત્કારને બદલે ચિત્તના કલ્પના- કે ભાવના- બળથી પેદા થતો કલ્પતરંગ અથવા તાર્કિક આભાસ ન હોય? તેવું જ બીજું એક ભયસ્થાન આ માર્ગે અધવચિયા કોઈક સિદ્ધિ મળી જાય, તે તેમાં ગુલતાન થઈ જઈ લબ્ધપ્રતિષ્ઠભૂમિકાને દોષમાં ફસાઈ જઈ, નિરાંત કરવાનો પ્રસાદ પણ છે. આ જાતને પ્રશ્ન પણ યોગ-સાધનમાર્ગ તેમ જ વેદાન્તદર્શનમાં પણ ચર્ચાય છે. અહીં તેની શાસ્ત્રીય ચર્ચા અપ્રસ્તુત અને વ્યર્થ પણ છે. પરંતુ કવિશ્રી આ વસ્તુ અંગે પણ જાગ્રત છે, અને ધ્યાન-માર્ગમાં આવી આભાસ-ભ્રાંતિ નથી એમ નથી, એવું તેમનાં લખાણોમાં જોવા મળે છે; તે અહીં જોવું પ્રસ્તુત ને ઉપયોગી પણ ગણાય. આ વિષે પત્રવ્યવહાર કવિના વડીલ ભક્ત-મિત્ર શ્રી. સોભાગચંદ. જોડે થયેલો મળે છે. અમુક દેવનું હૃદયમાં દર્શન કરવા વિશે તેમણે કવિને લખેલું તે પરથી આ પ્રકરણ પત્રમાં ચાલ્યું લાગે છે. આ સમયની પિતાની સ્થિતિ વિશે સભાગચંદને એક પત્રમાં (મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮) કવિએ લખ્યું કે, “અમે કોઈ વાર કોઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવત માનવાં. અમે પોતે તે હાલ બનતા સુધી તેવું કાંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી....... આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ. શ્રી બોધિસ્વરૂપના યથાયોગ્ય.” આ સમય તે આત્મધ્યાનમાં વિશેષ રહે છે અને તદર્થે પ્રાચીનની અનુભવવાણીમાંથી કાંઈક ચિત્તમાં સ્મરતા ને મનન કરતા હશે, તેમાંથી જે કોઈ વચન મિત્રને કહેવા જેવું લાગે તે લખતા હશે, તેમ જણાવે છે. અને તે જ દિવસની નોંધ છે તેમાં આવું એક કાવ્ય આનંદઘનજીનું ટાંક્યું છે (આંક ૩૧૪, પોષ સુદ ૧૧ને સોમ, ૧૯૪૮): Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288