Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 6
________________ પ્ર કા શ કી ચ... ચાતુર્માસ એટલે ધાર્મિક તહેવારના દિવસે. એ ચાર મહિનાની સ્થિરતા દરમિયાન સાધક, તેના ધાર્મિક વાંચન, મનન ચિંતનના પરિણામરૂપ જીનવાણી-આગમવાણીની અમીધારા અવિરત પણે વરસાવે અને શા-આગમે, સૂત્ર સિદ્ધાંત વગેરે વાંચીને સમજવાની ફુરસદ ન હોય કે ધીરજ ન હોય તેવા જીજ્ઞાસુઓ, વિશેષરૂપે આ દિવસે માં સાધક સંતની વાણી દ્વારા ધર્મ શ્રવણને લાભ પામે. સાધક સંત પાસેથી શાસ્ત્રોના આધારે થયેલી ધર્મની શ્રેણીબંધ વ્યાખ્યાઓનું આખ્યાન સાંભળી એ રીતે જૈનધર્મનું પાલન કરતાં કરતાં જીવનને કમશઃ આધ્યાત્મિક બનાવે. આમ ચાતુર્માસ દરમ્યાન સાધક સંત દ્વારા અપાયેલા ધાર્મિક પ્રવચનેવ્યાખ્યાને શ્રોતાજને માટે, સમાજ માટે, ખૂબ જ મહત્વના અને પ્રેરણાદાયક બની રહ્યા છે. સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ બા.બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજના પ્રશિષ્ય અને પરમ દાર્શનિક બા. બ્ર. શ્રી જયંતીલાલજી મહારાજના શિષ્યરત્ન, મધુર વ્યાખ્યાની બા. વ્ય. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ તથા વિદ્યા વ્યાસંગી બા.બ્ર. શ્રી હરીશ મુનિના સંવત ૨૦૨૫ના રાજકેટ ચાતુર્માસ દરમ્યાન, તેમના વ્યાખ્યાને સાંભળીને કેટલાયે શ્રોતાજનેને હૈયે પૂ. મહારાજશ્રીની વાણીની સટતા તેમજ શબ્દની મધુરતા સ્પર્શી ગયાં હતાં. વીતરાગની વાણીના ઊંડા અધ્યયન સાથે તત્વના ચિંતન અને મનન પછી વિવિધ તેમજ વિશાળ દષ્ટિએ થતું વિવેચન તથા પરિસ્થિતિને અનુરૂપ છતાં શાસ્ત્રોક્ત રીતે થતી સમયેચિત સર્વગ્રાહી ઉધનની અનોખી શૈલીને લીધે, તેમના વ્યાખ્યાને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં. પંચમહાભૂત તોમાંનું બીજું તત્વ, જે મનુષ્ય-જીવનની મૂળભૂત જરૂરિયાતેમાંની એક ગણાય તે પાણી, જે ચોમાસાના ચાર મહિના દરમ્યાન વાદળાઓમાંથી વરસે છે. આ પાણીનો ધોધમાર પ્રવાહ, વિશાળ પટ અને ઊંડું તળ ધરાવતી નદીમાં આગળને આગળ વહી જાય છે. નદી કે જેનું ઉદગમસ્થાન ઉન્નત ગિરિ છે અને જેને અંત ઘૂઘવતા સાગરની ગર્જનામાં છે એવી નદીને કિનારે વસેલાં ગ્રામ અને નગરને ચોમાસા દરમ્યાન વસેલા પાણીને સંપૂર્ણ લાભ મળી શકતું નથી. એટલું જ નહિ, તેમને ચોમાસુ વિત્યે થોડા સમયે પાણીની મુશ્કેલી તંગી અનુભવવી પડે છે. પરંતુ નદીના પ્રવાહ આડે બંધની રચના કરવામાં આવે તે માસા દરમિયાન દરિયામાં વહી જતા પાણીને સંગ્રહ થઈ શકે અને ચોમાસુ વીત્યા પછી પણ તે પાણીને જરૂરિયાત મુજબ અવિરત એગ્ય ઉપગ કરી વિકાસ સાધી શકાય. આવા શુભ કાર્ય માટે નદીના કિનારે આવેલ નગરના અધિકારીઓ, આગેવાનો, કાર્યકર વગેરે જાગૃત દેવા જોઈએ. બધા લેકેને લાભદાયક એવું આ કાર્ય એકવાર ઊપાડી લેવામાં આવે તે બાકીના લેકે પિતાનું સૌજન્ય જરૂર દાખવે. એ વખતે સૌજન્ય દાખવનારા લેકેને શક્ય એટલે સાથ સહકાર મેળવી પૂર્વ તૈયારી સાથે, મુશ્કેલીથી પાછા ન પડે, પણ સ્કૂર્તિપૂર્વક કાર્યની શરૂઆતથી તેના અંત સુધી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 726