Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 4
________________ વીરચંદ રાઘવજી ગાંધી 3 મહુવાના, વસા શ્રીમાળી જ્ઞાતિના શ્રી વીરચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૫માં જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયાના માનાર્હ સેક્રેટરી બન્યા. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પહેલી વાર પરદેશ જઈને પાછા ફર્યા ત્યારે એમની સભામાં ખુરશીઓ ઊછળી હતી. જોકે એ પછી તો એમણે બે વખત વિદેશયાત્રા કરેલી. પિતાની વિદ્વતા, વસ્તૃત્વશક્તિ અને ધર્મપરાયણતાને કારણે અમેરિકાના પ્રવાસમાં એમણે વિદ્વાનો અને સામાન્યજનોને સમાન રીતે પ્રભાવિત કર્યા હતા. વિશ્વ ધર્મ પરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌ ચંદ્રક એનાયત કર્યો હતો. કાસાડોગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. એમણે જૈન ધર્મ પર વ્યાખ્યાન આપી તેનું રહસ્ય અને વ્યાપકતા દર્શાવ્યા હતા, એટલું જ નહિ એની સાથે સાથે ભારતના તમામ દર્શનની માન્યતા સરળતાથી અને કુશળતાથી સમજાવી હતી. અમેરિકા પછી તેઓ ઈંગ્લેન્ડમાં આવ્યા. અહીં જૈન ધર્મ વિશેની જિજ્ઞાસા જોઈને શિક્ષણવર્ગ છે. એમાંના એક જિજ્ઞાસુ હર્બર્ટ વરને માંસાહારને ત્યાગ કરીને જેન ધર્મને સ્વીકાર કર્યો. એમણે શ્રી વીરચંદભાઈ ગાંધીનાં ભાષણની નોંધ લીધી તેમ જ અંગ્રેજીમાં હર્બર્ટ વરને જૈન ધર્મ વિશે એક પુસ્તક પણ લખ્યું. શ્રી વીરચંદભાઈ ગાંધીએ વિદેશના આ પ્રવાસ દરમ્યાન ૫૭૫ વ્યાખ્યાન આપ્યાં હતાં. આમાંનાં કેટલાંક “Jaina Philosophy', Yoga Philosophy” અને “Karma Philosophy' એ નામના ત્રણ પુસ્તકોમાં જળવાયાં છે. એમના પ્રયાસથી વોશિંગ્ટનમાં ગાંધી ફિલેસૈફીકલ સોસાયટીની સ્થાપના થઈ. ચિકાગની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને પ્રભાવક વાચા આપી, તે શ્રી વીરચંદ ગાંધીએ આ પરિષદમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું, જ્યારે બીજાં ભારતીય દર્શને ઉપર અન્યત્ર બેલ્યા હતા. ઈ.સ. ૧૯૦૧માં માત્ર ૩૭ વર્ષની વયે શ્રી વીરચંદ ગાંધીનું અવસાન થયું, જ્યારે ઈ. સ. ૧૯૦૨માં, ૪૦ વર્ષની વયે, સ્વામી વિવેકાનંદ બેલૂર મઠમાં અવસાન પામ્યા. વિવેકાનંદના જીવન અને કાર્યની ચિરસ્થાયી અસર રહી ગઈ; જ્યારે શ્રી વીરચંદ ગાંધીનું મહાન કાર્ય વિસ્મૃતિમાં દટાઈ ગયું. માત્ર એમણે લંડનમાં સ્થાપેલ જૈન લિટરેચર સોસાયટી' રૂપે એમની સ્મૃતિ 4. Jainism-not Atheism and the six Dravys of Jaina Philosophy By H. Warren, Jain Publishing House, Arrah, India. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18