Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 9
________________ 8 પત્રકારત્વે જેટલાં ગુજરાતી જૈન પત્ર પ્રસિદ્ધ થયાં. ૧૮૮૪માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું જૈન સુધારસ' એકાદ વર્ષ ચાલ્યું. પ્રસિદ્ધ નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાજીના નિરીક્ષણ હેઠળ શ્રી જૈન ધર્મ પ્રવર્તક સભા (અમદાવાદ) તરફથી “સ્યાદ્વાદ સુધાનામનું સામયિક અને એ પછી થોડા મહિના બાદ જન હિતેચ્છુ પત્ર પ્રસિદ્ધ થયું. એના તંત્રી વા. મ. શાહ નામે જાણીતા તત્ત્વચિંતક હતા. આ સામયિકે અત્યારે બંધ છે, પરંતુ અત્યારે પ્રકાશિત થતાં જૈન સામયિકોમાં સૌથી જૂનું જૈન ધર્મ પ્રકાશ” છે, જે છેલ્લાં એક વર્ષથી ભાવનગરની જૈન ધર્મ પ્રસારિક સભા દ્વારા પ્રકાશિત થાય છે. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અમદાવાદમાં “પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું હતું. એ પછી “સમાલોચક અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું સૌ પ્રથમ અઠવાડિક “જૈન” નામે પ્રસિદ્ધ થયું. પહેલાં અમદાવાદમાંથી, પછી મુંબઈમાંથી અને અત્યારે ભાવનગરમાંથી આ અઠવાડિક પ્રસિદ્ધ થાય છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકર દ્વારા જૈન શુભેચ્છક' નામનું સર્વપ્રથમ પાક્ષિક પણ શરૂ થયું હતું, જ્યારે સર્વ પ્રથમ જૈનમહિલા' નામનું મહિલા માસિક પણ ભાવનગરથી પ્રકાશિત થયું હતું. જૈન પત્રકારત્વના તેજસ્વી ઈતિહાસમાં ભગુભાઈ કારભારી, દેવચંદ દામજી કુંડલાકર, શેઠ કુંવરજી આણંદજી કાપડિયા, વાડીલાલ મોતીલાલ શાહ, પરમાનંભાઈ કાપડિયા, ગુલાબચંદભાઈ શેઠ, ધીરજલાલ ટોકરશી શાહ, “જયભિખુ', રતિલાલ દીપચંદ દેસાઈ જેવાં નામે સ્મરણીય છે. સને ૧૯૭૭ના આંકડા પ્રમાણે, રાજ્યવાર જોઈ એ તે હિંદી ભાષા પછી સૌથી વધુ જન પત્ર-પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય છે, અને તેમાં પણ અમદાવાદ, મુંબઈ, ભાવનગર કે વડોદરા જેવાં શહેર તો ઠીક, પણ ગાંધીધામ, ડીસા, જામનગર, છાણ, પાલીતાણા, ભાભર, ભૂજ, વઢવાણ, સોનગઢ અને હિંમતનગર જેવાં સ્થાનોમાંથી પણ જૈન પત્ર પ્રસિદ્ધ થાય છે. ૧૦ જૈન યુગ', જૈન સાહિત્ય સંશોધક અને પુરાતત્ત્વ ત્રિમાસિક જેવાં સામયિકેએ જૈન સાહિત્ય અને અન્ય કલાઓના સંશોધનનું 9. જૈન પત્રકારત્વ : એક ઝલક લે. ગુણવંત અ. શાહ. ચતુર્થ જૈન સાહિત્ય સમારેહમાં રજૂ કરેલ શોધ-નિબંધ. વાં, વર્ષ ૭, અંજ-૧, ૫ કારત 10, “ તીર' જૈન પત્ર-ત્રિાઉં વિતમ્બર, ૧૬૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18