Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai
Catalog link: https://jainqq.org/explore/004919/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ D ડૉ. કુમારપાળ દેસાઈ | Page #2 -------------------------------------------------------------------------- ________________ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ સે વર્ષની જૈન સંઘની પ્રવૃતિનું અવલોકન કરતાં એક હકીકત એ તરી આવે છે કે ગુજરાતની પ્રવૃત્તિઓની અસર ભારતનાં અન્ય રાજ્યોની પ્રવૃત્તિ પર પડી છે અને અન્ય રાજ્યોની જૈનધર્મ પ્રવૃત્તિની અસરનો પ્રતિષ ગુજરાતમાં ઝિલાય છે, આથી ગુજરાતની ધર્મપ્રવૃત્તિને સમગ્ર દેશની પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જેવી ઉચિત જ નહિ, પણ આવશ્યક છે. ઈ.સ. ૧૮૮૪માં હર્મન યાકેબીએ જૈન ધર્મનાં આચારાંગસૂત્ર અને કલ્પસૂત્ર એ બે પ્રાકૃત આગમસૂત્રને પ્રાકૃતમાંથી અંગ્રેજીમાં “Jain Sutras' નામે અનુવાદ કર્યો. આ પુરતકની પ્રસ્તાવનામાં હર્મન યાકોબીએ પ્રતિપાદિત કર્યું કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી. લાસેન, વિલ્સન અને વેબર જેવા વિદ્વની માન્યતા હતી કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મને જન્મ થયું છે. યાકેબીએ છે. Lassenની ચાર દલીલનું કમસર ખંડન કરીને બતાવ્યું કે, જૈન ધર્મ એ અન્ય ધર્મો કરતાં અને તેમાંય બૌદ્ધ ધર્મ કરતાં તો તદ્દન સ્વતંત્ર ઘમ છે અને મહાવીર તથા ગૌતમ બુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષો હતા. હર્મન યાકોબીએ કરેલું આ ઐતિહાસિક વિધાન પછીના સમયગાળામાં ઘણું મહત્ત્વનું બની રહ્યું. પશ્ચિમના અનેક વિદ્વાનોએ જૈન વિદ્યાના ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન કર્યું. જૈન ધર્મ વિશે કલબુકે (Colebrooke ઈ. સ. ૧૭૬૫-૧૮૩૭) પિતાને મૌલિક પુસ્તકમાં કેટલીક હકીકતો રજૂ કરી. એ પછી ડે. એચ. એચ. વિલ્સને (Wilson ઈ. સ. ૧૭૮૪–૧૮૬૦) આ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કર્યું, જ્યારે જૈન ગ્રંથેના અનુવાદની સમૃદ્ધ પરંપરાને પ્રારંભ ઓટો બેટલિક (Otto Bothlingk) દ્વારા થયા. એમણે ઈ. સ. ૧૮૪૭માં રિયુ ( Rieu) સાથે હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિને જર્મના અનુવાદ કર્યો. જૈન આગમ સૂત્રને અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય રેવ. સ્ટીવન્સને (Rev. Stevenson) 1. Indische Alterthun Skunde by Lassen IV, p. 763 Seg. 2. "The Sacred Books of the East Series (ed. F. Max Muller] : 'Jain Sutras' by Hermann Jacobi. Pub : Oxford University Press, 1884. Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 વિદેશીઓનું અનુવાદ–કાર્ય ૧૮૪૮માં “Kalpa Sutra and Nava Tatva૩ દ્વારા શરૂ કર્યું. આ પુસ્તકમાં કલ્પસૂત્ર અને નવ તત્ત્વ વિશે અર્ધમાગધીમાંથી અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ થયો. આની પ્રસ્તાવનામાં તેમણે જૈન ધર્મ, પર્યુષણ પર્વ, તીર્થ કરે અને જૈન ભૂગોળ વિશે પરિચય આપે અને પુસ્તકને આ તે પરિશિષ્ટમાં અર્ધમાગધી ભાષા વિશે નોંધ લખી. - સંસ્કૃત ભાષાના વિદ્વાન વેબરે ઈ. સ. ૧૮૫૮માં “શત્રુંજય મહામ' અને ઈ.સ. ૧૮૬૬માં “ભગવતી સૂત્ર’માંથી કેટલાક ભાગે પસંદ કરી અનુવાદ કર્યો, એટલું જ નહિ પણ એણે જૈન આગમ અને જૈન સંશોધનની દિશામાં મહત્વનું કાર્ય પણ કર્યું. કલ્પસૂત્રનું માગધીમાંથી સ્ટીવન્સને કરેલું અનુવાદકાર્ય પરિચયાત્મક હતું. જ્યારે યાકેબીનું કામ સર્વગ્રાહી હતું, આ પ્રણાલિકામાં લેયમાન (Leumann), કલાટ (Klatt), બુલર (Buhler), હોર્નલે (Hoernel) અને વિન્ડિશ (Windisch) જેવા વિદ્વાનોએ જેને થેનું સંપાદનકાર્ય કર્યું. એમાંય વિખ્યાત પુરાતત્ત્વવેત્તા ડૉ. ઈ. એફ. આર. હોનલેએ ચંડકૃત પ્રાકૃતલક્ષણ” અને “ઉપાસગ દશાઓ' (ઉપાસગ દશાંગ) ગ્રંથને સંશોધિત-અનુવાદિત કરી પ્રસિદ્ધ કર્યા. જૈન પાવલિઓ પણ પ્રકાશિત કરી. ઈ.સ. ૧૮૯૭માં બંગાળની એશિયાટિક સોસાયટીના પ્રમુખ બનેલા હોર્નલે એ પછીના વર્ષે સંસાયટીની વાર્ષિક સભામાં “Jainism and Buddhism' વિશે પ્રવચન આપ્યું અને તેમાં કેબીના મતનું સમર્થન કર્યું. “ઉપાસગ દશાઓ'નું સંપાદન કરીને એના આરંભમાં હોર્નલે સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આ સંપાદન શ્રી આત્મારામજી મહારાજને અર્પણ કર્યું. હર્બલે શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજને પોતાની શંકાઓ વિશે પુછાવતા હતા અને એ રીતે એ બંનેની વચ્ચે ઘનિષ્ટ સંબંધ બંધાયો હતો, એટલે સને ૧૮૯૩માં અમેરિકાના ચિકાગે શહેરમાં, પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ (વિશ્વધર્મ પરિષદ) મળવાની હતી, ત્યારે એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મેળવવાનું વિરલ બહુમાન એમને મળ્યું, પણ જેને ધર્મના સાધુઓની આચારસંહિતા પ્રમાણે તેઓ પોતે હાજરી આપી શકે તેમ ન હતા એટલે તેઓએ આ પરિષદમાં પોતે તૈયાર કરેલા નિબંધ સાથે પિતાના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલ્યા હતા 3. Kalpa Sutra and Nava Tatva' (Trnaslated from the Magadhi) by Rev, J. Stevenson Pub : Bharat-Bharati, Oriental Publishers & Booksellers. Varanasi-5. Page #4 -------------------------------------------------------------------------- ________________ વીરચંદ રાઘવજી ગાંધી 3 મહુવાના, વસા શ્રીમાળી જ્ઞાતિના શ્રી વીરચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૫માં જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયાના માનાર્હ સેક્રેટરી બન્યા. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પહેલી વાર પરદેશ જઈને પાછા ફર્યા ત્યારે એમની સભામાં ખુરશીઓ ઊછળી હતી. જોકે એ પછી તો એમણે બે વખત વિદેશયાત્રા કરેલી. પિતાની વિદ્વતા, વસ્તૃત્વશક્તિ અને ધર્મપરાયણતાને કારણે અમેરિકાના પ્રવાસમાં એમણે વિદ્વાનો અને સામાન્યજનોને સમાન રીતે પ્રભાવિત કર્યા હતા. વિશ્વ ધર્મ પરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌ ચંદ્રક એનાયત કર્યો હતો. કાસાડોગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. એમણે જૈન ધર્મ પર વ્યાખ્યાન આપી તેનું રહસ્ય અને વ્યાપકતા દર્શાવ્યા હતા, એટલું જ નહિ એની સાથે સાથે ભારતના તમામ દર્શનની માન્યતા સરળતાથી અને કુશળતાથી સમજાવી હતી. અમેરિકા પછી તેઓ ઈંગ્લેન્ડમાં આવ્યા. અહીં જૈન ધર્મ વિશેની જિજ્ઞાસા જોઈને શિક્ષણવર્ગ છે. એમાંના એક જિજ્ઞાસુ હર્બર્ટ વરને માંસાહારને ત્યાગ કરીને જેન ધર્મને સ્વીકાર કર્યો. એમણે શ્રી વીરચંદભાઈ ગાંધીનાં ભાષણની નોંધ લીધી તેમ જ અંગ્રેજીમાં હર્બર્ટ વરને જૈન ધર્મ વિશે એક પુસ્તક પણ લખ્યું. શ્રી વીરચંદભાઈ ગાંધીએ વિદેશના આ પ્રવાસ દરમ્યાન ૫૭૫ વ્યાખ્યાન આપ્યાં હતાં. આમાંનાં કેટલાંક “Jaina Philosophy', Yoga Philosophy” અને “Karma Philosophy' એ નામના ત્રણ પુસ્તકોમાં જળવાયાં છે. એમના પ્રયાસથી વોશિંગ્ટનમાં ગાંધી ફિલેસૈફીકલ સોસાયટીની સ્થાપના થઈ. ચિકાગની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને પ્રભાવક વાચા આપી, તે શ્રી વીરચંદ ગાંધીએ આ પરિષદમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું, જ્યારે બીજાં ભારતીય દર્શને ઉપર અન્યત્ર બેલ્યા હતા. ઈ.સ. ૧૯૦૧માં માત્ર ૩૭ વર્ષની વયે શ્રી વીરચંદ ગાંધીનું અવસાન થયું, જ્યારે ઈ. સ. ૧૯૦૨માં, ૪૦ વર્ષની વયે, સ્વામી વિવેકાનંદ બેલૂર મઠમાં અવસાન પામ્યા. વિવેકાનંદના જીવન અને કાર્યની ચિરસ્થાયી અસર રહી ગઈ; જ્યારે શ્રી વીરચંદ ગાંધીનું મહાન કાર્ય વિસ્મૃતિમાં દટાઈ ગયું. માત્ર એમણે લંડનમાં સ્થાપેલ જૈન લિટરેચર સોસાયટી' રૂપે એમની સ્મૃતિ 4. Jainism-not Atheism and the six Dravys of Jaina Philosophy By H. Warren, Jain Publishing House, Arrah, India. Page #5 -------------------------------------------------------------------------- ________________ 4 આગમાનું પ્રકાશન જળવાઈ રહી છે; જેના સેક્રેટરી હવારન હતા Jainism not Atheism' માં વારને જૈતેની ઇશ્વર વિશેની વિચારણા અને ષડ્ દ્રબ્યાની ભાવનાની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં દિગ ંબર સંધના વિદ્વાન અને નામાંકિત બૅરિસ્ટર શ્રી ચંપતરાય જૈનનું ‘A peep behind the veil of Karma' પ્રવયન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બૅરિસ્ટર ચપતરાય જૈતે લખેલુ ‘The Key of Knowledge'' નામનું પુસ્તક એ જમાનામાં ઘણું વખણાયું હતું. આ પુસ્તકનાં ચૌદ પ્રકરણોમાં જુદા જુદા ધર્માંત લક્ષમાં રાખીને ઈશ્વર, યેગ, કા કાયદા જેવા વિષયો પર આધ્યાત્મિક નિરૂપણ લેખકે કર્યું છે. જૈન ધર્માંની સપ્તભ`ગીના સિદ્ધાંત પર એમનુ... વિશેષ લક્ષ છે. ઈ. સ. ૧૯૦૪ માં શ્રી વિજયધર્મોંસૂરિજી કાશીમાં આવ્યા. એમણે યુરોપના અનેક વિદ્વાનેા સાથે જૈન સાહિત્યના સંશોધન અને સંપાદન અંગે બહેળે પત્રવ્યવહાર કર્યાં. જૈન વિદ્યાના અધ્યયન સ ંશાધના પ્રવાહ યુરોપમાંથી અમેરિકા અને છેલ્લાં કેટલાંક વર્ષોંથી જાપાનમાં પણ વઘો છે. જાપાનના ઝુકે આહિરાએ ‘તત્ત્વાર્થ સૂત્ર' પર તાજેતરમાં સંશાધન કર્યું. પેરિસમાં જૈન કોસ્મોલોજી વિશે ઊંડો અભ્યાસ કરનાર ડૉ. કાલેરી કાયાએ જૈન વ્યવહારભાષ્ય પર મહાનિબંધ લખ્યો. પૅરિસમાં વસતા ડો. નલિની બલબીરે દાનાષ્ટક કથાનુ સંશોધન કર્યું. અત્યારે જનીમાં જૈન વિદ્યા જે અભ્યાસ થઈ રહ્યો છે એમાં કલાઉસ બ્રુન અને ચદ્રભાલ ત્રિપાઠીનું પ્રદાન મહત્ત્વનું ગણાય. કલકત્તાના રાય ધનપતસિ હુ બહાદુરે જૈન આગમો છપાવવાની શરૂઆત કરી. ૪૫ આગમે છપાવીને પ્રગટ કરવાતા એમતે ઉદ્યમ (સં. ૧૯૩૩થી સ. ૧૯૪૭ સુધીમાં) તૈધપાત્ર ગણાય. તેઓએ અનેક આગમા પ્રકાશિત કર્યા. સુરતની આગમે!દય સમિતિ દ્વારા આગમેËારક શ્રી સાગરાન દરિએ એકલે હાથે ઘણા મેાટા પાયા પર આગમપચાંગીના સંશોધન મુદ્રણનુ કાર્ય કર્યું.... આવું વિરાટ કામ એ પછી એકલે હાથે ખીજા કોઈએ કર્યું" નથી. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનં સભ અને યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ જૈન સાહિત્યના મહત્ત્વના ગ્રંથ પ્રકાશિત 5. The Key of Knowledge' by Champat Rai Jain, Pub: Kumar Devendra Prasad Jain, The Central Jaina Publishing House, Arrah, India, 1915. Page #6 -------------------------------------------------------------------------- ________________ પુરાતત્ત્વીય સ ંશોધન 5 કર્યા. સેક્રેડ બુક આફ ધી જૈનસ્' ગ્રંથમાળામાં અનેક દિગમ્બર જૈન ગ્રંથાના અનુવાદો આરાથી પ્રગટ થયા. આ ઉપરાંત અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશન પ્રવૃત્તિ ચાલી રહી છે. દિગમ્બરોમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ઘણા જૈન ગ્રંથાનુ વ્યવસ્થિત સાધન અને સપાદન થયું. ઈ. સ. ૧૯૦૪માં શાસ્ત્રીય કે ધાર્મિક જૈન પ્રથા પ્રગટ કરવા સામે વિરાધ થતા હતા, ત્યારે શ્રી નાથૂરામજી પ્રેમીએ હિન્દી ગ્રંથરત્નાકર શ્રેણી દ્વારા મહત્ત્વના ગ્રંથા પ્રગટ કર્યા અને ‘જૈન હિતેષી’ અને જૈન મિત્ર'નુ' સંપાદનકાર્ય કર્યું. એમણે ત્રીસ જેટલા ગ્રંથાની રચના કરી. શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલી યશેાવિજય જૈન સ ંસ્કૃત પાઠશાળા પાસેથી શ્રી યશોવિજયજી ગ્રંથમાળા ઉપરાંત ગુજરાતને ત્રણ વિદ્યાના મળ્યા. દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી ૫. સુખલાલજી, જૈન પ્રાકૃત ગ્રંથાના સંશોધક પ’. બેચરદાસજી અને પં. હરગોવિદાસ શેઠ, બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાને આ સમય હતો. આ અરસામાં જ સ્થપાયેલા બનારસના સ્યાદ્વાદ મહાવિદ્યાલયે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાને તૈય ર કરવાનું ઘણું મેટુ કામ કર્યું. આ સદીમાં પુરાતત્ત્વીય સાધન અને પ્રકાશનના ક્ષેત્રે પણ મહત્ત્વનું કા થયું છે. રાઇસ ( Rice ), હુલ્લે, ફિલ્હોન (Kielhorn ), પીટર્સન ( Peterson ), ફર્ગ્યુČસન (Fergusson) અને બર્જેસે ( Burgess) જૈન ધર્માંનાં મદિરે, શિલાલેખે! અને હસ્તપ્રતા વિશે સ ંશોધન કર્યું.... મથુરાના કંકાલી રીક્ષાના ઉત્ખનનમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્માં વિશેની પુરાતત્ત્વની ઉત્તમ સામગ્રી મળી. આની સાથેસાથ જૈન ઇતિહાસની કેટલીક મહત્ત્વની કડી પણ હાથ લાગી, જ્યારે બસનું સચિત્ર પુસ્તક Temples of Satrunjaya' સીમાચિહ્નરૂપ ગણી શકાય. જૈન ધર્મીના ઈતિહાસ અને પુરાતત્ત્વ વિશેનું જ્ઞાન વિસ્તાર પામ્યું, એની સાથેાસાથ ઈ. સ. ૧૯૦૬માં યાકોબીએ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ મૂત્રને અંગ્રેજીમાં અનુવાદ કરતાં જૈનસિદ્ધાંતની ગવેષણા પણ શરૂ થઈ. યાકેાખીના શિષ્યા કિલ અને પ્લાઝેનાપે આ કાર્ય આગળ ધપાવ્યું. શુથિંગ, હ લ અને ગૅરિના જેવા અનેક સંશોધકોએ પણ એ કાર્ય કર્યું, એમાંય 6. प्रेमी अभिनंदन ग्रंथ, प्रकाशक : प्रेमी अभिनंदन ग्रंथ समिति Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 મેહનલાલ દલીચંદ દેસાઈ હટલે તે જૈન કથાત્મક સાહિત્યનું યથાર્થ અને ગૌરવપ્રદ મૂલ્યાંકન કરવામાં મહત્વનું ગદાન કર્યું. એમણે આવા સાહિત્યના પર્યાલચનના આધારે બતાવ્યું કે પંચતંત્રની મૂળ વાર્તાઓ જૈનની છે. ડે. બ્રાઉનનું સચિત્ર કાલક કથા” અને “ઉત્તરાધ્યયન’ પણ નોંધપાત્ર ગણાય. એ પછી ભગવાનલાલ ઈંદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, મુનિશ્રી જિનવિજયજી, શ્રી દલસુખભાઈ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદ નાહટા, ડો. રમણલાલ ચી. શાહ, ડે. એ. એન. ઉપાખે, પં. કૈલાસચંદ્રજી, ડે. ઉમાકાન્ત શાહ, પં. લાલચંદ ગાંધી, પં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, શ્રી મોતીચંદ કાપડિયા, મુનિશ્રી ચતુરવિજયજી, મુનિશ્રી જંબુવિજયજી, શ્રીચંદ રામપરિયા, અમરમુનિ, ડૉ. હીરાલાલ જૈન, ડૉ. જગદીશ જૈન વગેરેએ જૈન ધર્મ અને સાહિત્ય વિશે બહોળા પ્રમાણમાં ધળ કરી. આગમસંશોધનમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ ખૂબ સંગીન અને સમૃદ્ધ કાર્ય કર્યું. સાહિત્યિક સંશોધનના કાર્યમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ફાળો અવિસ્મરણીય રહેશે. જૈન ગુર્જર કવિઓના ત્રણ ભાગમાં દુર્ગમ હસ્તલિખિત ભંડારોમાં રહેલ જૈન સાહિત્ય અને જૈન ઈતિહાસનું ઊંડું સંશોધન કરીને એમણે જે કાર્ય કર્યું છે તેને શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ યથાર્થ રીતે મહાભારત ગ્રંથ (Magnum opus) તરીકે વર્ણવ્યું છે. એ જ રીતે એમણે રચેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર અને માહિતીના ખજાનારૂપ ગ્રંથ આજે પણ એટલું જ મહત્ત્વને અને ઉપયોગી લેખાય છે. સિંઘી ગ્રંથમાળા, પંજાભાઈ ગ્રંથમાળા, સુરતનું દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધારક ફંડ જેવી સંસ્થાઓ દ્વારા પણ જૈન સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે. ગુજરાત પુરાતત્ત્વમંદિરે જૈન વિદ્યાનાં ખેડાણમાં મહત્ત્વનું કામ કર્યું છે. સિદ્ધસેન દિવાકરની “સન્મતિ તક નામે ૧૭૦ પ્રાકૃત ગાથા પર શ્રી અભયદેવસૂરિએ પચીસ હજાર લેકની વાદ-મહાર્ણવ” નામની ટીકા રચી હતી. આ ગ્રંથ એ જૈન દર્શનનો આકર ગ્રંથ છે. આની અનેક હસ્તપ્રત એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષ પંડિત સુખલાલજીએ, પં. બેચરદાસજીના સહકારમાં એનું સંપાદન કર્યું. દસ વ્યક્તિ પ્રત વાંચે અને પં. સુખલાલજી એને નિર્ણય કરે. આ દશ્યને જોઈને છે. હર્મન પાકેબી જેવા વિદ્વાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જૈન ધર્મના સારરૂપ વિનેબાજીની માંગણીથી સંકલિત કરવામાં આવેલું પુસ્તક “સમણ સુત્ત” પણ આ સંદર્ભમાં યાદ આવે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સંશોધન કેન્દ્ર 7. સાત ભાગમાં પ્રગટ થયેલે “અભિધાન રાજેન્દ્ર કેશ૭ આગમસાહિત્યના સંચયરૂપ પુસ્તક ગણાય. આમાં શ્રી રાજેન્દ્રસૂરિએ આગમો, ભાષ્ય, નિર્યુક્તિઓ વગેરે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોનું દહન કરીને શબ્દસંગ્રહ કર્યો. પ્રત્યેક પ્રાકૃત શબ્દની આગળ સંસ્કૃત પર્યાય મૂક્યો અને અતિવિસ્તારથી સંસ્કૃત ભાષામાં એની સમજૂતી આપી. જયારે ગુજરાતીમાં શતાવધાની પં. મુનિશ્રી રત્નચંદ્રસ્વામીએ જેનાગમ શબ્દસંગ્રહ'૮ આપ જેમાં અર્ધમાગધી. માંથી ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત અર્થ આપવામાં આવ્યા છે. એમણે રચેલી પ્રાકૃત ડિકશનરી' પાંચ ભાષામાં પ્રગટ થઈ છે. શ્રી હરગોવિંદદાસ શેઠને “પાઈપ સદ્દ મહો ’ એ પ્રાકૃત ભાષાને અન્ય નેંધપાત્ર કેશ છે. પ્રાપ્ય વિદ્યામંદિર (વડેદરા ), ભાંડારકર ઈન્સ્ટિટયૂટ (પૂના), જૈન સંસ્કૃત સીરીઝ તેમ જ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પ્રકાશિત કરેલા “જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ” નામે ગ્રંથના આઠ ભાગ બહુમૂલ્યવાન ગણાય. આ સંસ્થા તરફથી જૈન સાહિત્ય અને સંશોધનમાં ઘણાને પીએચ. ડી. ની ઉપાધિ મળી છે, જ્યારે વૈશાલીની અહિંસા એન્ડ પ્રાકૃત વિદ્યાપીઠ એ જૈન અધ્યયનને વરેલી સંસ્થા છે. બનારસ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી, પૂના યુનિવર્સિટી, ઉદયપુર યુનિવર્સિટી, પતીયાલા યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાના આસન (Chair) દ્વારા જૈન સંશોધન અને અભ્યાસનું કાર્ય ચાલે છે, જ્યારે કેટલીક યુનિવર્સિટીમાં જૈન સંશોધન કેન્દ્ર દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. દિલ્હીની કેન્દ્રીય સંપૂર્ણાનંદ સંસ્કૃત સંસ્થાનમાં અને ધારવાડ યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગમાં પણ આ કામ થાય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં તે ગુજરાતનાં જૈન સામયિકોની પરંપરા ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામ પછી માત્ર બે વર્ષ બાદ અમદાવાદની જન સભા દ્વારા, શેઠશ્રી ઉમાભાઈ હઠીસિંહ અને શેઠશ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી જૈન દીપક' નામનું માસિક પ્રગટ થયું હતું. આ પછી ઈ. સ. ૧૮૭૫માં જૈન દિવાકર' સામયિક પણ અમદાવાદમાંથી શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી છગનલાલ ઉમેદચંદે પ્રગટ કર્યું હતું. ઈ.સ. ૧૯૫થી ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ 1. “અભિધાન રાજેન્દ્ર કોશ પ્રકાશક અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ, 8. જૈનાગમ શબ્દસંગ્રહ સંપા. પં. મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામી, પ્રકાશક સંધવી ગુલાબચંદ જસરાજ, લીંબડી, પ્રથમ આવૃતિ, ઈ. સ. ૧૯૨૬, Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 પત્રકારત્વે જેટલાં ગુજરાતી જૈન પત્ર પ્રસિદ્ધ થયાં. ૧૮૮૪માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું જૈન સુધારસ' એકાદ વર્ષ ચાલ્યું. પ્રસિદ્ધ નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાજીના નિરીક્ષણ હેઠળ શ્રી જૈન ધર્મ પ્રવર્તક સભા (અમદાવાદ) તરફથી “સ્યાદ્વાદ સુધાનામનું સામયિક અને એ પછી થોડા મહિના બાદ જન હિતેચ્છુ પત્ર પ્રસિદ્ધ થયું. એના તંત્રી વા. મ. શાહ નામે જાણીતા તત્ત્વચિંતક હતા. આ સામયિકે અત્યારે બંધ છે, પરંતુ અત્યારે પ્રકાશિત થતાં જૈન સામયિકોમાં સૌથી જૂનું જૈન ધર્મ પ્રકાશ” છે, જે છેલ્લાં એક વર્ષથી ભાવનગરની જૈન ધર્મ પ્રસારિક સભા દ્વારા પ્રકાશિત થાય છે. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અમદાવાદમાં “પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું હતું. એ પછી “સમાલોચક અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું સૌ પ્રથમ અઠવાડિક “જૈન” નામે પ્રસિદ્ધ થયું. પહેલાં અમદાવાદમાંથી, પછી મુંબઈમાંથી અને અત્યારે ભાવનગરમાંથી આ અઠવાડિક પ્રસિદ્ધ થાય છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકર દ્વારા જૈન શુભેચ્છક' નામનું સર્વપ્રથમ પાક્ષિક પણ શરૂ થયું હતું, જ્યારે સર્વ પ્રથમ જૈનમહિલા' નામનું મહિલા માસિક પણ ભાવનગરથી પ્રકાશિત થયું હતું. જૈન પત્રકારત્વના તેજસ્વી ઈતિહાસમાં ભગુભાઈ કારભારી, દેવચંદ દામજી કુંડલાકર, શેઠ કુંવરજી આણંદજી કાપડિયા, વાડીલાલ મોતીલાલ શાહ, પરમાનંભાઈ કાપડિયા, ગુલાબચંદભાઈ શેઠ, ધીરજલાલ ટોકરશી શાહ, “જયભિખુ', રતિલાલ દીપચંદ દેસાઈ જેવાં નામે સ્મરણીય છે. સને ૧૯૭૭ના આંકડા પ્રમાણે, રાજ્યવાર જોઈ એ તે હિંદી ભાષા પછી સૌથી વધુ જન પત્ર-પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય છે, અને તેમાં પણ અમદાવાદ, મુંબઈ, ભાવનગર કે વડોદરા જેવાં શહેર તો ઠીક, પણ ગાંધીધામ, ડીસા, જામનગર, છાણ, પાલીતાણા, ભાભર, ભૂજ, વઢવાણ, સોનગઢ અને હિંમતનગર જેવાં સ્થાનોમાંથી પણ જૈન પત્ર પ્રસિદ્ધ થાય છે. ૧૦ જૈન યુગ', જૈન સાહિત્ય સંશોધક અને પુરાતત્ત્વ ત્રિમાસિક જેવાં સામયિકેએ જૈન સાહિત્ય અને અન્ય કલાઓના સંશોધનનું 9. જૈન પત્રકારત્વ : એક ઝલક લે. ગુણવંત અ. શાહ. ચતુર્થ જૈન સાહિત્ય સમારેહમાં રજૂ કરેલ શોધ-નિબંધ. વાં, વર્ષ ૭, અંજ-૧, ૫ કારત 10, “ તીર' જૈન પત્ર-ત્રિાઉં વિતમ્બર, ૧૬૭૭. Page #10 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાઓનું પ્રદાન છે. ઉપકારક કામ કર્યું છે. વળી જૈન સામયિકોના પ્રકાશનમાં પૂના અને કલકત્તાએ પણ ફાળો આપે. કેટલીક ગ્રંથશ્રેણીઓએ જૈન સાહિત્યના વિપુલ પ્રકાશન દ્વારા એના પ્રસાર અને પ્રચારનું મહત્વનું કામ કર્યું છે. આમાં શ્રી શાંતિપ્રસાદ સાહૂનાં માતુશ્રીની સ્મૃતિમાં પ્રગટ થતી “મૂર્તિ દેવી ગ્રંથમાળાનો ફાળે નોંધપાત્ર ગણાય. પખંડાગમ, જયધવલા, મહાધવલા જેવા આગમતુલ્ય ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન શોલાપુરથી થયું છે. જીવરાજ ગૌતમ ગ્રંથમાળા દ્વારા ડે. એ. એન. ઉપાબેના માર્ગદર્શન હેઠળ, દિગમ્બર ગ્રંથનું ઉલ્લેખનીય પ્રકાશનકાર્ય થયું છે. ભારતીય જ્ઞાનપીઠને એક લાખ રૂપિયાને એવોર્ડ (કરમુક્ત) એ પણ જૈન સંઘની જ્ઞાનભક્તિ અને ઉદારતાનું પ્રતીક છે. સાદૂ શ્રી શાંતિપ્રસાદજી જેનના એકાવનમાં વર્ષના પ્રવેશ નિમિત્તે એમના કુટુંબીજનોએ આ એવોર્ડની એજના કરી. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયેલાં “Jain Art and Architecture 1 પુસ્તકે મહત્ત્વપૂર્ણ ગણાય. શ્રી ગોકળદાસ કાપડિયાનું પૂ. આ. શ્રી યશોદેવસૂરિના સહકારથી પ્રગટ થયેલે “શ્રમણ ભગવાન મહાવીર' નામે ચિત્રસંપુટ તેમ જ મદ્રાસથી પ્રસિદ્ધ થયેલે “તીર્થદર્શન” નામે સચિત્ર ગ્રંથ શકવતી પ્રકાશને ગણી શકાય. જૈન સંસ્થાઓમાં ભાવનગરની શ્રી યશવિજય ગ્રંથમાળા, શ્રી આત્માનંદ સભા અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. મુંબઈની જીવદયા મંડળી જેવી સંસ્થાએ અહિંસાનો પ્રચાર કર્યો. સંવત ૧૯૫૮માં લોધીમાં શ્રી ગુલાબચંદ ઢઢાના પ્રયાસથી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને જન્મ થયો. બીજે વર્ષે મુંબઈમાં એનું મેટા પાયા પર અધિવેશન યોજાયું. આ સંસ્થાએ જેનાગમ, ન્યાય, ઔપદેશિક તથા ભાષાસાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વગેરે વિષયના સૂચિગ્રંથ જેવો “જૈન ગ્રંથાવલી” નામે સૂચિગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જેસલમેર, પાટણ અને લીંબડીના ગ્રંથભંડારોની એણે પ્રસિદ્ધ કરેલી યાદીઓ અભ્યાસીઓને માટે અમૂલ્ય બની રહી છે. આ સંસ્થા દ્વારા સામયિક અને પુસ્તક પ્રકાશનનું પણ સેંધપાત્ર કાર્ય થયું છે. A. 11. Jain Art and Architecture', Part : 1, 2, 3. By Ghosh, Pub : Bharatiya Jnanpith, Delhi. 1974. Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઈ.સ. ૧૮૯૩માં દિગમ્બરેએ ભારતવષય દિગમ્બર જૈન મહાસભાની સ્થાપના કરી અને “ખુરઈને તેના મુખ્ય સ્થળ તરીકે રાખ્યું. જ્યારે ૧૯૦૬માં સ્થાનકવાસીઓએ અજમેરમાં પહેલી કોન્ફરન્સ ભરી. સમગ્ર ભારતના જૈન સંપ્રદાયને એકત્રિત કરવાના પ્રયાસરૂપે ઈસ. ૧૮૯હ્માં Jain Youngmen's Association સ્થપાયું અને ઈ. સ. ૧૯૧૦માં તેનું નામ “ભારત જૈન મહામંડળ” રાખવામાં આવ્યું. યુગદશી આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની પ્રેરણાથી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ તા. ૧૮-૬-૧૯૧૫ના દિવસે પંદર વિદ્યાર્થીઓથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંરથાએ નવી પેઢીને, ધાર્મિક શિક્ષણ-સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની સવલત આપીને દુખી કુટુંબને સુખી બનાવીને સમાજના ઉત્કર્ષનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. આજે મુંબઈમાં બે વિદ્યાર્થીગૃહે ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં આ સંસ્થાની પાંચ શાખાઓ છે. વળી વિદ્યાવિસ્તારની સાથેસાથ જૈન આગમ ગ્રંથમાળા જેવી મોટી જના, પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સહકારથી હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ એણે પિતાને વિશિષ્ટ ફળ આપે છે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની સમાજ-ઉત્કર્ષની ઝંખના અને વિદ્યાવિસ્તારની તમન્નાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય ચિરંજીવ સ્મારક બની રહ્યું છે.. જેન ભંડારમાં માત્ર જૈન પુસ્તકોને જ સંગ્રહ નથી હોતો, પણ એના સ્થાપક અને સાચવનારાઓએ પ્રત્યેક વિષય અને દરેક સંપ્રદાયનાં પુસ્તક સંગ્રહવાને ઉદારતાભર્યો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન અને મહત્વના બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તક પણ જૈન ભંડારોમાંથી મળી આવે છે, જે અન્યત્ર ક્યાંય મળતાં નથી. માત્ર કાગળ ઉપર લખાયેલાં પુસ્તકો જ નહિ, પરંતુ તાડપત્રનાં પણ હજારે પુસ્તકોને સંગ્રહ કરતા. આખેઆખા ભંડારોને સાચવી રાખવાનું વિરલ કાર્ય ગુજરાતના જેનોએ કર્યું છે. મહાગુજરાતના અનેક નાનાં-મોટાં શહેરમાં એક કે તેથી વધુ જૈન ભંડાર મળે છે અને પાટણ, અમદાવાદ, લીંબડી કે ખંભાત જેવાં શહેરે તો જૈન ભંડારોને લીધે વિશેષ જાણીતા થયા છે. એ શહેરનું નામ પડતાં વિદ્વાનને પહેલા એના ગ્રંથભંડારની યાદ આવે છે. છેલ્લાં એક વર્ષમાં રચાયેલાં તીર્થો પર નજર કરીએ તે ગુજરાતમાં ભેંચણી, પાનસર, સેરિસા, મહુડી, મહેસાણા કલીકુંડ પાર્શ્વનાથ (ધોળકા), Page #12 -------------------------------------------------------------------------- ________________ તીદ્વાર 11 પંજાબમાં કાંગડા અને મદ્રાસથી પંદર કિલેમીટર દૂર પોલાલ ગામમાં પુંડલતી ( કેસરવાડી )ની રચના થયેલી છે. રાષ્ટ્રીય સ્તરે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહાત્સવની ઉજવણી થઈ. ગામટેશ્વરની બાહુબલિની મૂર્તિને એક હજાર વર્ષ થયાં તેને ભવ્ય મહેાત્સવ થયો. દક્ષિણના ધર્મસ્થળ અને ઉત્તરપ્રદેશના ફિરાઝાબાદમાં અનુક્રમે આશરે ૪૨ ફૂટ અને ૩૯ ફૂટ ઊંચી બાહુબલિની મૂર્તિ સ્થાપવામાં આવી. ખેરીવલીના નેશનલ પાર્ક પાસે પેતનપુરના આશ્રમમાં ઋષભદેવ, ભરતદેવ અને બાહુબલિની મેટી નવી મૂર્તિ પધરાવવામાં આવી છે. સધર્માંની વિલક્ષણ ભાવના પ્રખેાધતું ઘાટકાપરનુ સર્વાદયમંદિર કેમ ભૂલી શકાય ? અહી શ્રી પાર્શ્વનાથની એક સાથે ઘણી મૂર્તિઓ મળે છે. રાણકપુર, આણુ, તારંગ', જૂનાગઢ અને શત્રુ ંજયનાં તીર્થાંના નમૂનેદાર જીર્ણોદ્ધાર થયા. આમાં ધણા જીર્ણોદ્ધારમાં શ્રેષ્ઠીવર્યાં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કલાદષ્ટિ પ્રતીત થાય છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થાની વ્યવસ્થા અને તીર્થાદ્વારનું ઉત્તમ કાર્ય કર્યું. આ કાર્યોંમાં શ્રી ન`દાશંકર સામપુરા, અમૃતલાલ ત્રિવેદી, નંદલાલ અને ચંપાલાલજીએ મહત્ત્વનુ` યાગદાન કર્યું છે. આ સમય દરમિયાન પાલીતાણામાં આગમ મદિરાની સ્થાપના સારી પેઠે થઈ. સુરત, શંખેશ્વર, અમદાવાદ, વેરાવળ વગેરે સ્થળોએ પણ આગમ મંદિર સ્થપાયાં. શ્રી કાનજી સ્વામીએ પણ આગમ મ`દિરા બંધાવ્યાં; ગુજરાતમાં ૭૫ જેટલાં દેરાસરા સ્થપાયાં. આ સમયગાળામાં તીય અને પતિથિ નિમિત્તે જૈન સધામાં ઘણા વિવાદ અને વિખવાદ થયા, જે કમનસીબી હુજી પણ જોવા મળે છે. સ્થાનકવાસી શ્રમણ સ ંધનું સાદડી સ ંમેલન (સં. ૨૦૦૮ માં) મળ્યું હતું. આમાં તેરાપથની જેમ સંધના નાયક તરીકે એક જ આચાર્ય રાખવાનું નક્કી કર્યું. પ્રથમ આચા' તરીકે પંજાનમાં (લુધિયાનામાં બિરાજતા ) આચાર્ય આત્મારામજીની વરણી કરી. ત્યારે એમની પછી આચાર્ય આન દઋષિજી છે, પણ આ ગાઠવણમાં સ્થાનકવાસી સંધના બધા સોંપ્રદાયાના સાથ ન મળ્યા. એટલે એમાં ધારણા મુજબ સફળતા ન મળી. ઈ. સ. ૧૯૩૪માં શ્વેતામ્બર સંધનું મુનિ સમેલન અમદાવાદમાં મળ્યું હતું. એમાં સાતસા સાધુએ એકત્રિત થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રયાસથી ઈ. સ. ૧૯૬૩માં અમદાવાદમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસક સ ંમેલન યેાજાયું. સ ંધની આચારશુદ્ધિ અને તેમાં પેઠેલી શિચિલતા દૂર કરવા માટે એનુ` આયેાજન થયું હતું, પરંતુ તેને હેતુ સફળ થયા ન હતા. આચાર્ય તુલસીએ લાડનૂમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 આણંદજી કલ્યાણજીની પેઢી જેન વિશ્વભારતી' સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં અધ્યયન-અધ્યાપનનું પ્રેરણાદાયી કામ ચાલે છે. તેમ જ તેનું આગમપ્રકાશનું કાર્ય પણ મહત્ત્વનું ગણાય. સ્થાનકવાસી સંધ દ્વારા રાજગૃહીના પહાડની તળેટીમાં ઉપાધ્યાય અમરચંદજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલી વીરાયતન નામની સંસ્થા લેકશિક્ષણ, લેકસેવા, ધ્યાનસાધના, સાહિત્યપ્રકાશન અને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનનું અનુકરણીય કાર્ય કરે છે. સ્થાનકવાસી સંધમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ ખીમચંદ મગનલાલ અને દુર્લભજી ખેતાણી જેવાઓએ મહત્વનું યોગદાન કર્યું. સ્થાનકવાસી સંઘના શ્રી સુશીલ મુનિ અને શ્વેતામ્બર ફિરકાના શ્રી ચિત્રભાનુજી મહારાજના વિદેશગમનથી બંને ફિરકામાં ઘણો મોટો વિવાદ જાગ્યો હતો ગુજરાતમાં શ્રેષ્ઠીઓની ગૌરવભરી પરંપરા જોવા મળે છે. જૈન શ્રેષ્ઠીઓએ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપક સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓમાં જીવંત રસ લીધે છે. પાલીતાણા રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરેલ રપાન, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦નો ચોથે કરાર તા. ૩૧-૩-૧૯૨૬ના રેજ પૂરો થયો હતો અને તે પછી પાંચમો કરાર, પાલીતાણાના દરબાર અને કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મી. સીસી. વૈનના જૈન સંઘ પ્રત્યેના કઠોર વલણને કારણે, વિલંબમાં પડ્યો હતો. આને લીધે જેન સંઘે તા. ૭-૪-૧૯૨ થી શત્રુંજયની યાત્રાને સદંતર બહિષ્કાર શરૂ કર્યો હતો. આ બહિષ્કાર તા. ૧-૪-૧૯૨ થી તા. ૩૧-૫-૧૯૨૮ સુધીના ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી એવી સજજડ રીતે ચાલુ રહ્યો હતો કે એ દરમ્યાન પાલીતાણામાં શત્રુંજયની યાત્રા માટે એક પણ યાત્રિક નહતો ગયો. છેવટે વાયસરોય લોર્ડ ઈરવીનની દરમ્યાનગીરીથી, વાર્ષિક રૂ. સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદત પાંચ રખપા કરાર, તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ સીમલામાં થયો હતો, એટલે તા. ૧-૬-૨૮થી યાત્રા શરૂ થઈ હતી. જૈન પરંપરામાં આ બનાવ અપૂર્વ અને શકવતી કહી શકાય એવો હતો.૧૨ મોતીશા શેઠ, નરશી કેશવજી નાયક, પ્રેમાભાઈ શેઠ, નરશી નાથા, પ્રેમચંદ રાયચંદ, હઠીભાઈ શેઠ, માયાભાઈ પ્રેમાભાઈ કસ્તૂરભાઈ મણિભાઈ અંબાલાલ સારાભાઈ મનસુખભાઈ ભગુભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને કસ્તૂરભાઈ 12. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ ભાગ-૧, ૯. રતિલાલ દીપચંદ દેસાઈ. પ્રકાશક: શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ-૧. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર 13 લાલભાઈ જેવાએ ધમ'પ્રભાવના અને સમાજ કે દેશની ભલાઇની ઘણી પ્રવૃત્તિએ કરી છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તે। શ્રી આણ ંદજી કલ્યાણજી પેઢીને વહીવટ, છાંદ્ધારનું કાર્યાં, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના ઉપરાંત અનેક શિક્ષણપ્રસારનાં કાર્યો કર્યાં છે. જ્યારે મહિલાઓમાં પણ હરકાર શેઠાણી અને ઉજમ ફઈ જેવી સન્નારીએ સફળતાથી મેટો કારભાર સંભાળ્યા છે. ભીમશી (ભીમસિંહ) માણેકે એક લાખના ખર્ચે વર્ષો પહેલાં ‘પ્રકરણ રત્નાકર 'ના ચાર ભાગ પ્રસિદ્ધ કરવાની યોજના કરી હતી. એમણે સૂયગડાંગ' આદિ આગમા તથા ‘જૈનકથા રત્નકોશ'ના આઠ ભાગેા અનુવાદ સહિત પ્રગટ કર્યા હતા. આ પ્રથાએ લાકાના ધમ જ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. વિ. સ’. ૧૯૪૭ના જેઠ વદ પાંચમને ગુરુવારે તેમનું અવસાન થયું. અને પછી તેમની પેઢી તરફથી ‘યોગશાસ્ત્ર', ‘હરિભદ્રાષ્ટક’ આદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડડ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યુષણ પર્વ સમયે યાજતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા વૈચારિક ભૂમિકાએ એક નવા ઝાક સૂચવે છે. છેલ્લા એક સૈકાની ધપ્રવૃત્તિ જોતાં ત્રણ ઘટનાએ સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણાય. સૌરાષ્ટ્રના મારી પાસે આવેલા વવાણિયા ગામમાં વિ. સ’. ૧૯૨૪ના કારતક સુદ પૂનમને રવિવારે રાયચ`દભાઇના જન્મ થયો. તેએ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા. ઝવેરાતને વ્યવસાય કરતા અને કવિ તેમ જ શતાવધાની હતા. તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા રાયચંદભાઈમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને મધુર સુમેળ જોવા મળતા. એમણે સોળ વર્ષ' (સ. ૧૯૪૦માં) ‘મેક્ષમાળા' અને ‘ભાવનામેધ’ની ( વિ. સં. ૧૯૪૬માં) રચના કરી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં શતાવધાનના પ્રયાગ કર્યા, સ. ૧૯૫૨માં નડિયાદમાં પદ્યમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી. તે કવિ કરતાં વિશેષે તત્ત્વચિંતક અને સાચા અર્થમાં મુમુક્ષુ હતા. મેક્ષ માટે ત્યાગમય અણુગાર ધર્મ સ્વીકારવાની એમની ચ્છા ખૂબ ઉત્કટ હતી. હિંદુ ધર્મમાં ગાંધીજીને જ્યારે જ્યારે શંકા થતી ત્યારે તેઓ રાયચંદભાઈને પૂછીને સમાધાન મેળવતા. તેથી જ ગાંધીજીએ લખ્યું છે કે, ‘ હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એવે! મનને વિશ્વાસ આવ્યા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા.'૧૩ આ ૧૩, જૈન સાહિત્ય સશેાધક ખંડ ૩, અંક ૧ લેખ રાયચ'દ્રભાઈનાં કેટલાંક સ્મરણેા' લે. ગાંધીજી, Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 કાનજી સ્વામી અને તેરાપંથની કાયાપલટ પછી રાયચંદભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે ઓળખાયા. આજે વડવા, ઈડર, અગાસ, વવાણિયા, નારોલ અને દેવલાલી જેવાં સ્થળોએ એમના આશ્રમો છે. અહીં સ્વાધ્યાય અને આત્મસાધનાની પ્રવૃત્તિઓ ચાલે છે. એમના સાહિત્યનું પ્રકાશન પણ થઈ રહ્યું છે. બીજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪માં શ્રી કાનજી સ્વામીએ સ્થાપેલા પંથથી આવ્યું. મૂળ સૌરાષ્ટ્રના ઉમરાળાના શ્રી કાનજી સ્વામીએ સ્થાનકવાસી ફિરકાનો ત્યાગ કરીને એક સ્વતંત્ર ફિરકાની રચના કરી; અને એનું છેવટનું રૂપાંતર દિગમ્બર સંધરૂપે થયું. મધુર વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કાનજી સ્વામી સોનગઢમાં રહેતા હતા. નિશ્ચયનય તરફ તેમને વિશેષ ઝોક હતો અને કુંદકુંદાચાર્યને “સમયસાર” અને “પ્રવચનસારમાં ઉપદેશેલ નિશ્ચયનય પર તેઓ વિશેષ ભાર આપતા હતા. આ - ત્રીજી મહત્વની ઘટના એ તેરાપંથનું રૂપાંતર છે. આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંધની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવૃતિઓમાં જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનોપાસનાને સક્રિય મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય ઘટના છે. પિતાના શ્રમણ-શ્રમણ સંઘમાંથી એમણે સંસ્કૃત, પ્રાકૃતના ઉત્તમ વિદ્વાને આપ્યા. તેમાંય યુવાચાર્ય મહાપ્ર( પૂર્વના મુનિ નથમલજી)નું મૌલિક ચિંતનપ્રધાન અને આત્મભાવપ્રેરક સાહિત્યનું વિપુલ સર્જન તો વિશેષ નેધપાત્ર ગણાય. આ બધું જોતાં એમ લાગે કે તેરાપંથને કાયાપલટ જ થઈ ગયો છે. આચાર્ય શ્રી તુલસીની વિશેષતા એ કહેવાય કે એમણે પિતાના પંથથી અળગા થવાને બદલે પંથને સાથે લઈને ક્રાંતિ કરી. સાધ્વીઓમાં અભ્યાસ વધારીને તેમને વિદષી બનાવી. સાવી અને શ્રાવિકા વચ્ચે “સમણી'ની એક નવી કોટિની રચના કરી જે સાધુત્વની મજબૂત પીઠિકા બની રહે. છેલ્લાં એક સો વર્ષની ધર્મપ્રવૃત્તિ પર નજર કરીએ તે એમ લાગે છે કે દાનનો પ્રવાહ જેટલે દેરાસરો અને ધર્મોત્સવ તરફ વળ્યા છે, તેટલે કેળવણી કે સમાજકલ્યાણનાં ક્ષેત્રોમાં વહ્યો નથી અને સાર્વજનિક સેવાની ભાવનાની પૂરી ખિલાવટ થઈ નથી. હજી વિપુલ જૈન સાહિત્ય ગ્રંથભંડારે અને હસ્તપ્રતમાં ગુડત રહેલું છે. એના અધ્યયન, સંશોધન અને પ્રકાશન માટે વધુ પ્રયત્નોની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસનું વહેણ પાતળું થતું જાય છે તે પણ ચિંતાજનક બાબત ગણાય, Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર 15 અનેકાંતને ઉપદેશતા આ ધર્મમાં હજી તીર્થો અને તિથિઓના વિવાદે ચાલુ છે, જે સંકુચિત વૃત્તિ અને ધર્મઝનૂનને વકરાવે છે. ધર્મક્રિયાઓ સાથે એની પાયાની ભાવનાઓ જાણવાની આજે ભૂખ જાગી છે અને યુવાન વર્ગ વર્તમાન વિશ્વના સંદર્ભમાં આ ધર્મનાં સત્યને સમજવા અને પરીક્ષવા ચાહે છે.. આજે વિશ્વ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. વિવિધ દેશ, ધર્મ અને વર્ણની પ્રજાઓ પરસ્પર ખૂબ નિકટ આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે દુનિયા નાની થતી જાય છે તેની સાથે સત્તા ભૂખ, ધનભૂખ અને અહંતાથી પ્રેરાઈને મોટાં રાષ્ટ્રો એકબીજાને મહાત કરવા હુંકાર કરી રહ્યાં છે. તેને પરિણામે જાણે દુનિયા સર્વનાશને આરે ઊભી રહી હોય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં આજને માનવી ધર્મની સંકુચિત માન્યતાઓ, સ્થળ આચારો ને પરધર્મ વિષમાં પૂરાઈ રહેવાને બદલે માનવકલ્યાણને પ્રેરે એવી વિચારશ્રેણી કે ભાવનાઓ ધર્મમાંથી સારવીને તેને સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે સમજવા – સમજાવવા ઝંખી રહ્યો છે. એ વખતે જૈન ધર્મ પ્રબોધિત અહિંસા, સંયમ, તપ, અનેકાંતદષ્ટિ, વિશ્વમૈત્રી અને પરમત સહિષ્ણુતા વગેરે ઉચ્ચ આદર્શો નૂતન યુગના માનવીને વિશ્વપ્રેમ અને વિશ્વશાંતિ ભણું કૂચ કરવામાં મદદ કરી શકે તેમ છે. વર્તમાન સંદર્ભમાં તેમ જ ત્રણે કાળમાંય કદાચ એ જ તેનું સાર્થક્ય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૦ કુમારપાળ દેસાઈ [ જૈન ધર્મ વિષયક પ્રવૃત્તિ ] સાહિત્ય આનંદઘન : એક અધ્યયન જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક બાળકોના બુદ્ધિસાગરસૂરિ ઝાકળ ભીનાં મોતી અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ શંખેશ્વર મહાતીર્થ [ સંપાદન) લેખમાળા ૦ પર્યુષણ પર્વ સમયે “ગુજરાત સમાચાર'માં નિયમિત લેખમાળા [૧૯૭૦ થી ] પ્રવચન ૧૯૭૩ માં નવી દિલ્હીમાં જાયેલી “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઍન જૈનોલોજી માં ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે “મહાવીરની અહિંસા' વિશે પ્રવચન પર્યુષણ વ્યાખ્યાનમાળા મુંબઈ અને અમદાવાદમાં પ્રવચનો – યુવાન અને ધર્મ”, “મનની શેધ', “મૌનની વાણી', “મૃત્યુની મીઠાશ", અહમની ઓળખ', 'દુઃખની શોધ.” સર્વધર્મ પરિષદમાં તેમજ અન્યત્ર જૈન ધર્મ વિષયક પ્રવચનો. પારિતોષિક આનંદઘન : એક અધ્યયન' માટે રાજસ્થાનની લેક સંસ્કૃતિ-ધ સંસ્થાન દ્વારા ભારતની બધી ભાષાઓમાં મહત્ત્વપૂર્ણ ભક્તિપરક કૃતિ તરીકે શ્રી હનુમાનપ્રસાદ દ્દિાર સુવર્ણચંદ્રક. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી માટે શ્રીમદ્ બુદ્ધિસાગર સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી સુવર્ણચંદ્રક. ૧૯૭૬ માં ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરનારા પાંચ વિદ્વાનોમાં એક તરીકે ચંદ્રક. Page #18 -------------------------------------------------------------------------- _