Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 13
________________ 12 આણંદજી કલ્યાણજીની પેઢી જેન વિશ્વભારતી' સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં અધ્યયન-અધ્યાપનનું પ્રેરણાદાયી કામ ચાલે છે. તેમ જ તેનું આગમપ્રકાશનું કાર્ય પણ મહત્ત્વનું ગણાય. સ્થાનકવાસી સંધ દ્વારા રાજગૃહીના પહાડની તળેટીમાં ઉપાધ્યાય અમરચંદજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલી વીરાયતન નામની સંસ્થા લેકશિક્ષણ, લેકસેવા, ધ્યાનસાધના, સાહિત્યપ્રકાશન અને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનનું અનુકરણીય કાર્ય કરે છે. સ્થાનકવાસી સંધમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ ખીમચંદ મગનલાલ અને દુર્લભજી ખેતાણી જેવાઓએ મહત્વનું યોગદાન કર્યું. સ્થાનકવાસી સંઘના શ્રી સુશીલ મુનિ અને શ્વેતામ્બર ફિરકાના શ્રી ચિત્રભાનુજી મહારાજના વિદેશગમનથી બંને ફિરકામાં ઘણો મોટો વિવાદ જાગ્યો હતો ગુજરાતમાં શ્રેષ્ઠીઓની ગૌરવભરી પરંપરા જોવા મળે છે. જૈન શ્રેષ્ઠીઓએ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપક સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓમાં જીવંત રસ લીધે છે. પાલીતાણા રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરેલ રપાન, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦નો ચોથે કરાર તા. ૩૧-૩-૧૯૨૬ના રેજ પૂરો થયો હતો અને તે પછી પાંચમો કરાર, પાલીતાણાના દરબાર અને કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મી. સીસી. વૈનના જૈન સંઘ પ્રત્યેના કઠોર વલણને કારણે, વિલંબમાં પડ્યો હતો. આને લીધે જેન સંઘે તા. ૭-૪-૧૯૨ થી શત્રુંજયની યાત્રાને સદંતર બહિષ્કાર શરૂ કર્યો હતો. આ બહિષ્કાર તા. ૧-૪-૧૯૨ થી તા. ૩૧-૫-૧૯૨૮ સુધીના ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી એવી સજજડ રીતે ચાલુ રહ્યો હતો કે એ દરમ્યાન પાલીતાણામાં શત્રુંજયની યાત્રા માટે એક પણ યાત્રિક નહતો ગયો. છેવટે વાયસરોય લોર્ડ ઈરવીનની દરમ્યાનગીરીથી, વાર્ષિક રૂ. સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદત પાંચ રખપા કરાર, તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ સીમલામાં થયો હતો, એટલે તા. ૧-૬-૨૮થી યાત્રા શરૂ થઈ હતી. જૈન પરંપરામાં આ બનાવ અપૂર્વ અને શકવતી કહી શકાય એવો હતો.૧૨ મોતીશા શેઠ, નરશી કેશવજી નાયક, પ્રેમાભાઈ શેઠ, નરશી નાથા, પ્રેમચંદ રાયચંદ, હઠીભાઈ શેઠ, માયાભાઈ પ્રેમાભાઈ કસ્તૂરભાઈ મણિભાઈ અંબાલાલ સારાભાઈ મનસુખભાઈ ભગુભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને કસ્તૂરભાઈ 12. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ ભાગ-૧, ૯. રતિલાલ દીપચંદ દેસાઈ. પ્રકાશક: શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ-૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18