Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 16
________________ ઉપસંહાર 15 અનેકાંતને ઉપદેશતા આ ધર્મમાં હજી તીર્થો અને તિથિઓના વિવાદે ચાલુ છે, જે સંકુચિત વૃત્તિ અને ધર્મઝનૂનને વકરાવે છે. ધર્મક્રિયાઓ સાથે એની પાયાની ભાવનાઓ જાણવાની આજે ભૂખ જાગી છે અને યુવાન વર્ગ વર્તમાન વિશ્વના સંદર્ભમાં આ ધર્મનાં સત્યને સમજવા અને પરીક્ષવા ચાહે છે.. આજે વિશ્વ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. વિવિધ દેશ, ધર્મ અને વર્ણની પ્રજાઓ પરસ્પર ખૂબ નિકટ આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે દુનિયા નાની થતી જાય છે તેની સાથે સત્તા ભૂખ, ધનભૂખ અને અહંતાથી પ્રેરાઈને મોટાં રાષ્ટ્રો એકબીજાને મહાત કરવા હુંકાર કરી રહ્યાં છે. તેને પરિણામે જાણે દુનિયા સર્વનાશને આરે ઊભી રહી હોય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં આજને માનવી ધર્મની સંકુચિત માન્યતાઓ, સ્થળ આચારો ને પરધર્મ વિષમાં પૂરાઈ રહેવાને બદલે માનવકલ્યાણને પ્રેરે એવી વિચારશ્રેણી કે ભાવનાઓ ધર્મમાંથી સારવીને તેને સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે સમજવા – સમજાવવા ઝંખી રહ્યો છે. એ વખતે જૈન ધર્મ પ્રબોધિત અહિંસા, સંયમ, તપ, અનેકાંતદષ્ટિ, વિશ્વમૈત્રી અને પરમત સહિષ્ણુતા વગેરે ઉચ્ચ આદર્શો નૂતન યુગના માનવીને વિશ્વપ્રેમ અને વિશ્વશાંતિ ભણું કૂચ કરવામાં મદદ કરી શકે તેમ છે. વર્તમાન સંદર્ભમાં તેમ જ ત્રણે કાળમાંય કદાચ એ જ તેનું સાર્થક્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18