Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 15
________________ 14 કાનજી સ્વામી અને તેરાપંથની કાયાપલટ પછી રાયચંદભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે ઓળખાયા. આજે વડવા, ઈડર, અગાસ, વવાણિયા, નારોલ અને દેવલાલી જેવાં સ્થળોએ એમના આશ્રમો છે. અહીં સ્વાધ્યાય અને આત્મસાધનાની પ્રવૃત્તિઓ ચાલે છે. એમના સાહિત્યનું પ્રકાશન પણ થઈ રહ્યું છે. બીજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪માં શ્રી કાનજી સ્વામીએ સ્થાપેલા પંથથી આવ્યું. મૂળ સૌરાષ્ટ્રના ઉમરાળાના શ્રી કાનજી સ્વામીએ સ્થાનકવાસી ફિરકાનો ત્યાગ કરીને એક સ્વતંત્ર ફિરકાની રચના કરી; અને એનું છેવટનું રૂપાંતર દિગમ્બર સંધરૂપે થયું. મધુર વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કાનજી સ્વામી સોનગઢમાં રહેતા હતા. નિશ્ચયનય તરફ તેમને વિશેષ ઝોક હતો અને કુંદકુંદાચાર્યને “સમયસાર” અને “પ્રવચનસારમાં ઉપદેશેલ નિશ્ચયનય પર તેઓ વિશેષ ભાર આપતા હતા. આ - ત્રીજી મહત્વની ઘટના એ તેરાપંથનું રૂપાંતર છે. આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંધની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવૃતિઓમાં જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનોપાસનાને સક્રિય મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય ઘટના છે. પિતાના શ્રમણ-શ્રમણ સંઘમાંથી એમણે સંસ્કૃત, પ્રાકૃતના ઉત્તમ વિદ્વાને આપ્યા. તેમાંય યુવાચાર્ય મહાપ્ર( પૂર્વના મુનિ નથમલજી)નું મૌલિક ચિંતનપ્રધાન અને આત્મભાવપ્રેરક સાહિત્યનું વિપુલ સર્જન તો વિશેષ નેધપાત્ર ગણાય. આ બધું જોતાં એમ લાગે કે તેરાપંથને કાયાપલટ જ થઈ ગયો છે. આચાર્ય શ્રી તુલસીની વિશેષતા એ કહેવાય કે એમણે પિતાના પંથથી અળગા થવાને બદલે પંથને સાથે લઈને ક્રાંતિ કરી. સાધ્વીઓમાં અભ્યાસ વધારીને તેમને વિદષી બનાવી. સાવી અને શ્રાવિકા વચ્ચે “સમણી'ની એક નવી કોટિની રચના કરી જે સાધુત્વની મજબૂત પીઠિકા બની રહે. છેલ્લાં એક સો વર્ષની ધર્મપ્રવૃત્તિ પર નજર કરીએ તે એમ લાગે છે કે દાનનો પ્રવાહ જેટલે દેરાસરો અને ધર્મોત્સવ તરફ વળ્યા છે, તેટલે કેળવણી કે સમાજકલ્યાણનાં ક્ષેત્રોમાં વહ્યો નથી અને સાર્વજનિક સેવાની ભાવનાની પૂરી ખિલાવટ થઈ નથી. હજી વિપુલ જૈન સાહિત્ય ગ્રંથભંડારે અને હસ્તપ્રતમાં ગુડત રહેલું છે. એના અધ્યયન, સંશોધન અને પ્રકાશન માટે વધુ પ્રયત્નોની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસનું વહેણ પાતળું થતું જાય છે તે પણ ચિંતાજનક બાબત ગણાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18