Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 14
________________ શ્રીમદ્ રાજચંદ્ર 13 લાલભાઈ જેવાએ ધમ'પ્રભાવના અને સમાજ કે દેશની ભલાઇની ઘણી પ્રવૃત્તિએ કરી છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તે। શ્રી આણ ંદજી કલ્યાણજી પેઢીને વહીવટ, છાંદ્ધારનું કાર્યાં, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના ઉપરાંત અનેક શિક્ષણપ્રસારનાં કાર્યો કર્યાં છે. જ્યારે મહિલાઓમાં પણ હરકાર શેઠાણી અને ઉજમ ફઈ જેવી સન્નારીએ સફળતાથી મેટો કારભાર સંભાળ્યા છે. ભીમશી (ભીમસિંહ) માણેકે એક લાખના ખર્ચે વર્ષો પહેલાં ‘પ્રકરણ રત્નાકર 'ના ચાર ભાગ પ્રસિદ્ધ કરવાની યોજના કરી હતી. એમણે સૂયગડાંગ' આદિ આગમા તથા ‘જૈનકથા રત્નકોશ'ના આઠ ભાગેા અનુવાદ સહિત પ્રગટ કર્યા હતા. આ પ્રથાએ લાકાના ધમ જ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. વિ. સ’. ૧૯૪૭ના જેઠ વદ પાંચમને ગુરુવારે તેમનું અવસાન થયું. અને પછી તેમની પેઢી તરફથી ‘યોગશાસ્ત્ર', ‘હરિભદ્રાષ્ટક’ આદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડડ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યુષણ પર્વ સમયે યાજતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા વૈચારિક ભૂમિકાએ એક નવા ઝાક સૂચવે છે. છેલ્લા એક સૈકાની ધપ્રવૃત્તિ જોતાં ત્રણ ઘટનાએ સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણાય. સૌરાષ્ટ્રના મારી પાસે આવેલા વવાણિયા ગામમાં વિ. સ’. ૧૯૨૪ના કારતક સુદ પૂનમને રવિવારે રાયચ`દભાઇના જન્મ થયો. તેએ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા. ઝવેરાતને વ્યવસાય કરતા અને કવિ તેમ જ શતાવધાની હતા. તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા રાયચંદભાઈમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને મધુર સુમેળ જોવા મળતા. એમણે સોળ વર્ષ' (સ. ૧૯૪૦માં) ‘મેક્ષમાળા' અને ‘ભાવનામેધ’ની ( વિ. સં. ૧૯૪૬માં) રચના કરી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં શતાવધાનના પ્રયાગ કર્યા, સ. ૧૯૫૨માં નડિયાદમાં પદ્યમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી. તે કવિ કરતાં વિશેષે તત્ત્વચિંતક અને સાચા અર્થમાં મુમુક્ષુ હતા. મેક્ષ માટે ત્યાગમય અણુગાર ધર્મ સ્વીકારવાની એમની ચ્છા ખૂબ ઉત્કટ હતી. હિંદુ ધર્મમાં ગાંધીજીને જ્યારે જ્યારે શંકા થતી ત્યારે તેઓ રાયચંદભાઈને પૂછીને સમાધાન મેળવતા. તેથી જ ગાંધીજીએ લખ્યું છે કે, ‘ હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એવે! મનને વિશ્વાસ આવ્યા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા.'૧૩ આ ૧૩, જૈન સાહિત્ય સશેાધક ખંડ ૩, અંક ૧ લેખ રાયચ'દ્રભાઈનાં કેટલાંક સ્મરણેા' લે. ગાંધીજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18