Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 11
________________ 10 શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઈ.સ. ૧૮૯૩માં દિગમ્બરેએ ભારતવષય દિગમ્બર જૈન મહાસભાની સ્થાપના કરી અને “ખુરઈને તેના મુખ્ય સ્થળ તરીકે રાખ્યું. જ્યારે ૧૯૦૬માં સ્થાનકવાસીઓએ અજમેરમાં પહેલી કોન્ફરન્સ ભરી. સમગ્ર ભારતના જૈન સંપ્રદાયને એકત્રિત કરવાના પ્રયાસરૂપે ઈસ. ૧૮૯હ્માં Jain Youngmen's Association સ્થપાયું અને ઈ. સ. ૧૯૧૦માં તેનું નામ “ભારત જૈન મહામંડળ” રાખવામાં આવ્યું. યુગદશી આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની પ્રેરણાથી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ તા. ૧૮-૬-૧૯૧૫ના દિવસે પંદર વિદ્યાર્થીઓથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંરથાએ નવી પેઢીને, ધાર્મિક શિક્ષણ-સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની સવલત આપીને દુખી કુટુંબને સુખી બનાવીને સમાજના ઉત્કર્ષનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. આજે મુંબઈમાં બે વિદ્યાર્થીગૃહે ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં આ સંસ્થાની પાંચ શાખાઓ છે. વળી વિદ્યાવિસ્તારની સાથેસાથ જૈન આગમ ગ્રંથમાળા જેવી મોટી જના, પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સહકારથી હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ એણે પિતાને વિશિષ્ટ ફળ આપે છે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની સમાજ-ઉત્કર્ષની ઝંખના અને વિદ્યાવિસ્તારની તમન્નાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય ચિરંજીવ સ્મારક બની રહ્યું છે.. જેન ભંડારમાં માત્ર જૈન પુસ્તકોને જ સંગ્રહ નથી હોતો, પણ એના સ્થાપક અને સાચવનારાઓએ પ્રત્યેક વિષય અને દરેક સંપ્રદાયનાં પુસ્તક સંગ્રહવાને ઉદારતાભર્યો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન અને મહત્વના બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તક પણ જૈન ભંડારોમાંથી મળી આવે છે, જે અન્યત્ર ક્યાંય મળતાં નથી. માત્ર કાગળ ઉપર લખાયેલાં પુસ્તકો જ નહિ, પરંતુ તાડપત્રનાં પણ હજારે પુસ્તકોને સંગ્રહ કરતા. આખેઆખા ભંડારોને સાચવી રાખવાનું વિરલ કાર્ય ગુજરાતના જેનોએ કર્યું છે. મહાગુજરાતના અનેક નાનાં-મોટાં શહેરમાં એક કે તેથી વધુ જૈન ભંડાર મળે છે અને પાટણ, અમદાવાદ, લીંબડી કે ખંભાત જેવાં શહેરે તો જૈન ભંડારોને લીધે વિશેષ જાણીતા થયા છે. એ શહેરનું નામ પડતાં વિદ્વાનને પહેલા એના ગ્રંથભંડારની યાદ આવે છે. છેલ્લાં એક વર્ષમાં રચાયેલાં તીર્થો પર નજર કરીએ તે ગુજરાતમાં ભેંચણી, પાનસર, સેરિસા, મહુડી, મહેસાણા કલીકુંડ પાર્શ્વનાથ (ધોળકા), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18