Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 10
________________ સંસ્થાઓનું પ્રદાન છે. ઉપકારક કામ કર્યું છે. વળી જૈન સામયિકોના પ્રકાશનમાં પૂના અને કલકત્તાએ પણ ફાળો આપે. કેટલીક ગ્રંથશ્રેણીઓએ જૈન સાહિત્યના વિપુલ પ્રકાશન દ્વારા એના પ્રસાર અને પ્રચારનું મહત્વનું કામ કર્યું છે. આમાં શ્રી શાંતિપ્રસાદ સાહૂનાં માતુશ્રીની સ્મૃતિમાં પ્રગટ થતી “મૂર્તિ દેવી ગ્રંથમાળાનો ફાળે નોંધપાત્ર ગણાય. પખંડાગમ, જયધવલા, મહાધવલા જેવા આગમતુલ્ય ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન શોલાપુરથી થયું છે. જીવરાજ ગૌતમ ગ્રંથમાળા દ્વારા ડે. એ. એન. ઉપાબેના માર્ગદર્શન હેઠળ, દિગમ્બર ગ્રંથનું ઉલ્લેખનીય પ્રકાશનકાર્ય થયું છે. ભારતીય જ્ઞાનપીઠને એક લાખ રૂપિયાને એવોર્ડ (કરમુક્ત) એ પણ જૈન સંઘની જ્ઞાનભક્તિ અને ઉદારતાનું પ્રતીક છે. સાદૂ શ્રી શાંતિપ્રસાદજી જેનના એકાવનમાં વર્ષના પ્રવેશ નિમિત્તે એમના કુટુંબીજનોએ આ એવોર્ડની એજના કરી. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયેલાં “Jain Art and Architecture 1 પુસ્તકે મહત્ત્વપૂર્ણ ગણાય. શ્રી ગોકળદાસ કાપડિયાનું પૂ. આ. શ્રી યશોદેવસૂરિના સહકારથી પ્રગટ થયેલે “શ્રમણ ભગવાન મહાવીર' નામે ચિત્રસંપુટ તેમ જ મદ્રાસથી પ્રસિદ્ધ થયેલે “તીર્થદર્શન” નામે સચિત્ર ગ્રંથ શકવતી પ્રકાશને ગણી શકાય. જૈન સંસ્થાઓમાં ભાવનગરની શ્રી યશવિજય ગ્રંથમાળા, શ્રી આત્માનંદ સભા અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. મુંબઈની જીવદયા મંડળી જેવી સંસ્થાએ અહિંસાનો પ્રચાર કર્યો. સંવત ૧૯૫૮માં લોધીમાં શ્રી ગુલાબચંદ ઢઢાના પ્રયાસથી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને જન્મ થયો. બીજે વર્ષે મુંબઈમાં એનું મેટા પાયા પર અધિવેશન યોજાયું. આ સંસ્થાએ જેનાગમ, ન્યાય, ઔપદેશિક તથા ભાષાસાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વગેરે વિષયના સૂચિગ્રંથ જેવો “જૈન ગ્રંથાવલી” નામે સૂચિગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જેસલમેર, પાટણ અને લીંબડીના ગ્રંથભંડારોની એણે પ્રસિદ્ધ કરેલી યાદીઓ અભ્યાસીઓને માટે અમૂલ્ય બની રહી છે. આ સંસ્થા દ્વારા સામયિક અને પુસ્તક પ્રકાશનનું પણ સેંધપાત્ર કાર્ય થયું છે. A. 11. Jain Art and Architecture', Part : 1, 2, 3. By Ghosh, Pub : Bharatiya Jnanpith, Delhi. 1974. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18