Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 8
________________ સંશોધન કેન્દ્ર 7. સાત ભાગમાં પ્રગટ થયેલે “અભિધાન રાજેન્દ્ર કેશ૭ આગમસાહિત્યના સંચયરૂપ પુસ્તક ગણાય. આમાં શ્રી રાજેન્દ્રસૂરિએ આગમો, ભાષ્ય, નિર્યુક્તિઓ વગેરે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોનું દહન કરીને શબ્દસંગ્રહ કર્યો. પ્રત્યેક પ્રાકૃત શબ્દની આગળ સંસ્કૃત પર્યાય મૂક્યો અને અતિવિસ્તારથી સંસ્કૃત ભાષામાં એની સમજૂતી આપી. જયારે ગુજરાતીમાં શતાવધાની પં. મુનિશ્રી રત્નચંદ્રસ્વામીએ જેનાગમ શબ્દસંગ્રહ'૮ આપ જેમાં અર્ધમાગધી. માંથી ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત અર્થ આપવામાં આવ્યા છે. એમણે રચેલી પ્રાકૃત ડિકશનરી' પાંચ ભાષામાં પ્રગટ થઈ છે. શ્રી હરગોવિંદદાસ શેઠને “પાઈપ સદ્દ મહો ’ એ પ્રાકૃત ભાષાને અન્ય નેંધપાત્ર કેશ છે. પ્રાપ્ય વિદ્યામંદિર (વડેદરા ), ભાંડારકર ઈન્સ્ટિટયૂટ (પૂના), જૈન સંસ્કૃત સીરીઝ તેમ જ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પ્રકાશિત કરેલા “જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ” નામે ગ્રંથના આઠ ભાગ બહુમૂલ્યવાન ગણાય. આ સંસ્થા તરફથી જૈન સાહિત્ય અને સંશોધનમાં ઘણાને પીએચ. ડી. ની ઉપાધિ મળી છે, જ્યારે વૈશાલીની અહિંસા એન્ડ પ્રાકૃત વિદ્યાપીઠ એ જૈન અધ્યયનને વરેલી સંસ્થા છે. બનારસ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી, પૂના યુનિવર્સિટી, ઉદયપુર યુનિવર્સિટી, પતીયાલા યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાના આસન (Chair) દ્વારા જૈન સંશોધન અને અભ્યાસનું કાર્ય ચાલે છે, જ્યારે કેટલીક યુનિવર્સિટીમાં જૈન સંશોધન કેન્દ્ર દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. દિલ્હીની કેન્દ્રીય સંપૂર્ણાનંદ સંસ્કૃત સંસ્થાનમાં અને ધારવાડ યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગમાં પણ આ કામ થાય છે. પત્રકારત્વના ક્ષેત્રમાં તે ગુજરાતનાં જૈન સામયિકોની પરંપરા ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય-સંગ્રામ પછી માત્ર બે વર્ષ બાદ અમદાવાદની જન સભા દ્વારા, શેઠશ્રી ઉમાભાઈ હઠીસિંહ અને શેઠશ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી જૈન દીપક' નામનું માસિક પ્રગટ થયું હતું. આ પછી ઈ. સ. ૧૮૭૫માં જૈન દિવાકર' સામયિક પણ અમદાવાદમાંથી શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી છગનલાલ ઉમેદચંદે પ્રગટ કર્યું હતું. ઈ.સ. ૧૯૫થી ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ 1. “અભિધાન રાજેન્દ્ર કોશ પ્રકાશક અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ, 8. જૈનાગમ શબ્દસંગ્રહ સંપા. પં. મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામી, પ્રકાશક સંધવી ગુલાબચંદ જસરાજ, લીંબડી, પ્રથમ આવૃતિ, ઈ. સ. ૧૯૨૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18