Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 7
________________ 6 મેહનલાલ દલીચંદ દેસાઈ હટલે તે જૈન કથાત્મક સાહિત્યનું યથાર્થ અને ગૌરવપ્રદ મૂલ્યાંકન કરવામાં મહત્વનું ગદાન કર્યું. એમણે આવા સાહિત્યના પર્યાલચનના આધારે બતાવ્યું કે પંચતંત્રની મૂળ વાર્તાઓ જૈનની છે. ડે. બ્રાઉનનું સચિત્ર કાલક કથા” અને “ઉત્તરાધ્યયન’ પણ નોંધપાત્ર ગણાય. એ પછી ભગવાનલાલ ઈંદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, મુનિશ્રી જિનવિજયજી, શ્રી દલસુખભાઈ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદ નાહટા, ડો. રમણલાલ ચી. શાહ, ડે. એ. એન. ઉપાખે, પં. કૈલાસચંદ્રજી, ડે. ઉમાકાન્ત શાહ, પં. લાલચંદ ગાંધી, પં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, શ્રી મોતીચંદ કાપડિયા, મુનિશ્રી ચતુરવિજયજી, મુનિશ્રી જંબુવિજયજી, શ્રીચંદ રામપરિયા, અમરમુનિ, ડૉ. હીરાલાલ જૈન, ડૉ. જગદીશ જૈન વગેરેએ જૈન ધર્મ અને સાહિત્ય વિશે બહોળા પ્રમાણમાં ધળ કરી. આગમસંશોધનમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ ખૂબ સંગીન અને સમૃદ્ધ કાર્ય કર્યું. સાહિત્યિક સંશોધનના કાર્યમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ફાળો અવિસ્મરણીય રહેશે. જૈન ગુર્જર કવિઓના ત્રણ ભાગમાં દુર્ગમ હસ્તલિખિત ભંડારોમાં રહેલ જૈન સાહિત્ય અને જૈન ઈતિહાસનું ઊંડું સંશોધન કરીને એમણે જે કાર્ય કર્યું છે તેને શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ યથાર્થ રીતે મહાભારત ગ્રંથ (Magnum opus) તરીકે વર્ણવ્યું છે. એ જ રીતે એમણે રચેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર અને માહિતીના ખજાનારૂપ ગ્રંથ આજે પણ એટલું જ મહત્ત્વને અને ઉપયોગી લેખાય છે. સિંઘી ગ્રંથમાળા, પંજાભાઈ ગ્રંથમાળા, સુરતનું દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધારક ફંડ જેવી સંસ્થાઓ દ્વારા પણ જૈન સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે. ગુજરાત પુરાતત્ત્વમંદિરે જૈન વિદ્યાનાં ખેડાણમાં મહત્ત્વનું કામ કર્યું છે. સિદ્ધસેન દિવાકરની “સન્મતિ તક નામે ૧૭૦ પ્રાકૃત ગાથા પર શ્રી અભયદેવસૂરિએ પચીસ હજાર લેકની વાદ-મહાર્ણવ” નામની ટીકા રચી હતી. આ ગ્રંથ એ જૈન દર્શનનો આકર ગ્રંથ છે. આની અનેક હસ્તપ્રત એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષ પંડિત સુખલાલજીએ, પં. બેચરદાસજીના સહકારમાં એનું સંપાદન કર્યું. દસ વ્યક્તિ પ્રત વાંચે અને પં. સુખલાલજી એને નિર્ણય કરે. આ દશ્યને જોઈને છે. હર્મન પાકેબી જેવા વિદ્વાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જૈન ધર્મના સારરૂપ વિનેબાજીની માંગણીથી સંકલિત કરવામાં આવેલું પુસ્તક “સમણ સુત્ત” પણ આ સંદર્ભમાં યાદ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18