Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 2
________________ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ સે વર્ષની જૈન સંઘની પ્રવૃતિનું અવલોકન કરતાં એક હકીકત એ તરી આવે છે કે ગુજરાતની પ્રવૃત્તિઓની અસર ભારતનાં અન્ય રાજ્યોની પ્રવૃત્તિ પર પડી છે અને અન્ય રાજ્યોની જૈનધર્મ પ્રવૃત્તિની અસરનો પ્રતિષ ગુજરાતમાં ઝિલાય છે, આથી ગુજરાતની ધર્મપ્રવૃત્તિને સમગ્ર દેશની પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જેવી ઉચિત જ નહિ, પણ આવશ્યક છે. ઈ.સ. ૧૮૮૪માં હર્મન યાકેબીએ જૈન ધર્મનાં આચારાંગસૂત્ર અને કલ્પસૂત્ર એ બે પ્રાકૃત આગમસૂત્રને પ્રાકૃતમાંથી અંગ્રેજીમાં “Jain Sutras' નામે અનુવાદ કર્યો. આ પુરતકની પ્રસ્તાવનામાં હર્મન યાકોબીએ પ્રતિપાદિત કર્યું કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી. લાસેન, વિલ્સન અને વેબર જેવા વિદ્વની માન્યતા હતી કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મને જન્મ થયું છે. યાકેબીએ છે. Lassenની ચાર દલીલનું કમસર ખંડન કરીને બતાવ્યું કે, જૈન ધર્મ એ અન્ય ધર્મો કરતાં અને તેમાંય બૌદ્ધ ધર્મ કરતાં તો તદ્દન સ્વતંત્ર ઘમ છે અને મહાવીર તથા ગૌતમ બુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષો હતા. હર્મન યાકોબીએ કરેલું આ ઐતિહાસિક વિધાન પછીના સમયગાળામાં ઘણું મહત્ત્વનું બની રહ્યું. પશ્ચિમના અનેક વિદ્વાનોએ જૈન વિદ્યાના ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રદાન કર્યું. જૈન ધર્મ વિશે કલબુકે (Colebrooke ઈ. સ. ૧૭૬૫-૧૮૩૭) પિતાને મૌલિક પુસ્તકમાં કેટલીક હકીકતો રજૂ કરી. એ પછી ડે. એચ. એચ. વિલ્સને (Wilson ઈ. સ. ૧૭૮૪–૧૮૬૦) આ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કર્યું, જ્યારે જૈન ગ્રંથેના અનુવાદની સમૃદ્ધ પરંપરાને પ્રારંભ ઓટો બેટલિક (Otto Bothlingk) દ્વારા થયા. એમણે ઈ. સ. ૧૮૪૭માં રિયુ ( Rieu) સાથે હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિને જર્મના અનુવાદ કર્યો. જૈન આગમ સૂત્રને અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય રેવ. સ્ટીવન્સને (Rev. Stevenson) 1. Indische Alterthun Skunde by Lassen IV, p. 763 Seg. 2. "The Sacred Books of the East Series (ed. F. Max Muller] : 'Jain Sutras' by Hermann Jacobi. Pub : Oxford University Press, 1884. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18