Book Title: Gat Saikani Jain Dharmni Pravruttio
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 3
________________ 2 વિદેશીઓનું અનુવાદ–કાર્ય ૧૮૪૮માં “Kalpa Sutra and Nava Tatva૩ દ્વારા શરૂ કર્યું. આ પુસ્તકમાં કલ્પસૂત્ર અને નવ તત્ત્વ વિશે અર્ધમાગધીમાંથી અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ થયો. આની પ્રસ્તાવનામાં તેમણે જૈન ધર્મ, પર્યુષણ પર્વ, તીર્થ કરે અને જૈન ભૂગોળ વિશે પરિચય આપે અને પુસ્તકને આ તે પરિશિષ્ટમાં અર્ધમાગધી ભાષા વિશે નોંધ લખી. - સંસ્કૃત ભાષાના વિદ્વાન વેબરે ઈ. સ. ૧૮૫૮માં “શત્રુંજય મહામ' અને ઈ.સ. ૧૮૬૬માં “ભગવતી સૂત્ર’માંથી કેટલાક ભાગે પસંદ કરી અનુવાદ કર્યો, એટલું જ નહિ પણ એણે જૈન આગમ અને જૈન સંશોધનની દિશામાં મહત્વનું કાર્ય પણ કર્યું. કલ્પસૂત્રનું માગધીમાંથી સ્ટીવન્સને કરેલું અનુવાદકાર્ય પરિચયાત્મક હતું. જ્યારે યાકેબીનું કામ સર્વગ્રાહી હતું, આ પ્રણાલિકામાં લેયમાન (Leumann), કલાટ (Klatt), બુલર (Buhler), હોર્નલે (Hoernel) અને વિન્ડિશ (Windisch) જેવા વિદ્વાનોએ જેને થેનું સંપાદનકાર્ય કર્યું. એમાંય વિખ્યાત પુરાતત્ત્વવેત્તા ડૉ. ઈ. એફ. આર. હોનલેએ ચંડકૃત પ્રાકૃતલક્ષણ” અને “ઉપાસગ દશાઓ' (ઉપાસગ દશાંગ) ગ્રંથને સંશોધિત-અનુવાદિત કરી પ્રસિદ્ધ કર્યા. જૈન પાવલિઓ પણ પ્રકાશિત કરી. ઈ.સ. ૧૮૯૭માં બંગાળની એશિયાટિક સોસાયટીના પ્રમુખ બનેલા હોર્નલે એ પછીના વર્ષે સંસાયટીની વાર્ષિક સભામાં “Jainism and Buddhism' વિશે પ્રવચન આપ્યું અને તેમાં કેબીના મતનું સમર્થન કર્યું. “ઉપાસગ દશાઓ'નું સંપાદન કરીને એના આરંભમાં હોર્નલે સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આ સંપાદન શ્રી આત્મારામજી મહારાજને અર્પણ કર્યું. હર્બલે શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજને પોતાની શંકાઓ વિશે પુછાવતા હતા અને એ રીતે એ બંનેની વચ્ચે ઘનિષ્ટ સંબંધ બંધાયો હતો, એટલે સને ૧૮૯૩માં અમેરિકાના ચિકાગે શહેરમાં, પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ (વિશ્વધર્મ પરિષદ) મળવાની હતી, ત્યારે એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મેળવવાનું વિરલ બહુમાન એમને મળ્યું, પણ જેને ધર્મના સાધુઓની આચારસંહિતા પ્રમાણે તેઓ પોતે હાજરી આપી શકે તેમ ન હતા એટલે તેઓએ આ પરિષદમાં પોતે તૈયાર કરેલા નિબંધ સાથે પિતાના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલ્યા હતા 3. Kalpa Sutra and Nava Tatva' (Trnaslated from the Magadhi) by Rev, J. Stevenson Pub : Bharat-Bharati, Oriental Publishers & Booksellers. Varanasi-5. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18