Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 4
________________ પરિશીલનની પૂર્વે અનંતોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર૫રમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ સોળમી બત્રીશીમાં ઇશાનુગ્રહની વિચારણા કરી છે. સામાન્યથી યોગદર્શનની માન્યતા મુજબ ઇશ-પરમાત્માના અનુગ્રહથી જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરમાત્માના અનુગ્રહનો અભાવ હોય તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોય તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જગતના કર્તા, હર્તા પરમાત્મા છે. તેમની ઇચ્છાદિના કારણે આ સંસાર-મોક્ષની વ્યવસ્થા છે... ઇત્યાદિ માન્યતાનું વ્યવસ્થિત નિરૂપણ કરીને એની અયુક્તતાનું નિરૂપણ આ બત્રીશીમાં મુખ્યપણે કરવામાં આવ્યું છે. એનો સ્પષ્ટ ખ્યાલ તો આ બત્રીશીના અધ્યયનથી જ આવશે. અન્યદાર્શનિકોની પ્રતિભા, તેમનો પુરુષાર્થ અને તેમની સંસાર પ્રત્યેની ઉદાસીનતા... ઇત્યાદિનો વિચાર કરીએ અને સાથે સાથે તેઓએ જણાવેલી વાતોનો વિચાર કરીએ તો મિથ્યાત્વની ભયંકરતા સમજાયા વિના નહીં રહે. આપણા પરમ શ્રદ્ધેય શાસ્રકાર પરમર્ષિએ અન્યદર્શનોની વિસઙ્ગતિને જણાવવામાં કોઇ જ કચાશ રાખી નથી. આવા પ૨મતા૨ક ગ્રંથોનું અધ્યયન કર્યા વિના માર્ગની પ્રાપ્તિ કોઇ પણ રીતે શક્ય નથી. આવા સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિઓનો આપણે અનુગ્રહ ઝીલી શકીએ તો પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું. પરમાત્માનો અનુગ્રહ જે રીતે યોગદર્શનમાં મનાય છે તે રીતે શરૂઆતમાં જ વિસ્તારથી ચાર શ્લોકો દ્વારા જણાવીને પછીના બે શ્લોકોથી તેની અયુક્તતા જણાવી છે. પ્રકૃતિ, પુરુષ... ઇત્યાદિ તત્ત્વોની કલ્પના જ પરમાર્થથી વાસ્તવિક ન હોવાથી પરમાત્માનો અનુગ્રહ પણ વાર્તામાત્ર જ બને છે. ત્યારબાદ જૈનદર્શનની માન્યતા મુજબ દેવનો અનુગ્રહ માનવામાં આવે તો અન્યદર્શનકારોની માન્યતા મુજબનો પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્ યુક્તિસઙ્ગત બને છેતે જણાવ્યું છે તેમ જ પતંજલિએ જણાવેલાં વિઘ્નો, તેનો ક્ષય અને પ્રત્યક્ ચૈતન્યની પ્રાપ્તિ : તે બધાનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ કાલાતીત નામના શાસ્ત્રકારવિશેષના જણાવ્યા મુજબ પરમાત્માનું સ્વરૂપ એક જ છે. જેમના રાગાદિ ક્લેશો સર્વથા દૂર થાય છે તે જ પ૨માત્મા છે. તેમનાં જુદાં જુદાં નામોના કા૨ણે તેમનામાં કોઇ જ ફરક પડતો નથી. તેમ જ તે તે દર્શનકારોએ પરમાત્મામાં જે વિશેષતા વર્ણવી છે, પરમાત્માની ઉપાસનામાં ઉપયોગિની નથી. સર્વથા ક્લેશથી રહિત સ્વરૂપે ૫રમાત્માની ઉપાસનાથી જ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ માન્યતાનો સ્વીકાર; કદાગ્રહના ત્યાગ માટે કરવામાં બાધ નથી : એ જણાવ્યું છે. અંતે પરમાત્મા ધર્મોપદેશ દ્વારા આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે, તે જ તેઓશ્રીનો અનુગ્રહ છે. તેઓશ્રીના પરમતા૨ક વચનને અનુસરી ધર્માનુષ્ઠાન દ્વારા આપણે આપણા આત્માને ઇશાનુગ્રહવિચાર બત્રીશી : એક પરિશીલન ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274