Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ ભાવનાબોધ-બાર ભાવના બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. ઇતિ શ્રી 'ભાવનબોધ' ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર “અનિત્યભાવના’ એ વિષય પર અષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાણ થયું. દ્વિતીય ચિત્ર અશરણભાવના (ઉત્પતિ) સર્વજ્ઞનો ધર્મ સુશ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે. વિશેષાર્થ :— સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોથેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવી-ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અઘોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદૃઢ થશે. અનાથી મુનિ દૃષ્ટાંત :– અનેક પ્રકારની લીલાથી યુક્ત મગથ દેશનો શ્રેણિક રાજા અઘક્રીડાને માટે મંડિક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો! એનું કેવું મનોહર રૂપ છે! અહો! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ઘરનાર છે! અહો! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે! અહો! આની કેવી નિર્લોભતા જણાય છે! અહો! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વનમ્રપણું ધરાવે છે! અહો! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્ધ છે! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો ૪

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67