Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 29
________________ ભાવનાબોથ-બાર ભાવના સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગંધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દૃષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ઘણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે. હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.'’ માતાપિતાનો ભોગસંબંઘી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા :– ‘‘વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુ:ખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ઘામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે. હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૂંવાધૂંવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અત્યુગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વજ્રમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે. આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર ૫૨માઘામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાસ ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશે કરીને બાંઘી આઘોપાછો ૨૬

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67