Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 63
________________ પ્રશ્નોત્તર મોક્ષના સ્વરૂપ વિષે શંકા કરનારા તો કુતર્કવાદી છે; એઓને ક્ષણિક | સુખસંબંધી વિચાર આડે સસુખનો વિચાર નથી. કોઈ આત્મિકજ્ઞાનહીન એમ પણ કહે છે કે, આથી કોઈ વિશેષ સુખનું સાઘન ત્યાં રહ્યું નહીં એટલે અનંત અવ્યાબાઈ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે; પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી; અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્રોપાધિનું મિથ્યાપણું આવે; જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ના વગરની નિદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂલ સર્વ જાણી અને દેખી શકાય; અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય તો તેનું તે વર્ણન શું કરી શકે? એને ઉપમા પણ શી આપે? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે; પણ બાલ, અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દ્રષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. ભાવનાબોધ-મોક્ષમાળાનો ભાવ સમતિમાં રહેવા માટે આપણે વિચારવા યોગ્ય નીચેના પ્રશ્નો અનિત્ય ભાવના - ભિખારીનો ખેદ ૧. એક ભીખારી લથડિયા ખાતો એક ગૃહસ્થના ઘરે શા માટે ગયો? ૨. ભીખારી આનંદ શા માટે પામ્યો? ૩. ઝાડ નીચે શા માટે બેઠો? એની પાસે શું શું વસ્તુઓ હતી? ૪. સ્વપ્નમાં એણે શું શું જોયું? અને જાગ્યો શાથી? ૫. જાગ્યા પછી ખેદ કેમ થયો? - અશરણભાવના - અનાથી મુનિ ૧. વનનું નામ શું છે? અને એ વન કેવું સુંદર હતું? ૨. ઝાડની નીચે કોણ બેઠું હતું? ૩. રાજા મુનિને જોઈને શું વિચારે છે? અને શું કરીને તેમની સામે બેઠા? ૪. રાજા મુનિને શું કહે છે? મુનિએ શું જવાબ આપ્યો? ૫. અનાથતા એટલે શું? મુનિના પિતાનું નામ શું? ૬. એમને કઈ વેદના ઉત્પન્ન થઈ હતી? ૭. માતાપિતાએ વેદના મટાડવા શું ઉપાય કર્યા હતા? ૮. અનાથપણું કેમ કહેવાય? ૯. શું ચિંતવીને સુઈ ગયા? ૧૦. પોતાના પરના નાથ કેમ થયા? ૧૧. નરકમાં લઈ જનાર કોણ? અને સ્વર્ગમાં લઈ જનાર કોણ? ૧૨. અનાથી મુનિના ઉપદેશથી રાજાને શું પ્રાપ્ત થયું? ૧૩. અનાથી મુનિ પ્રત્યે રાજા કેવા ઉદ્દગારો કાઢે છે? - એકત્વભાવના - નમિરાજર્ષિ ૧. નમિરાજર્ષિને કઈ વેદના ઉત્પન્ન થઈ હતી? ૨. વૈદ્ય શું દવા બતાવી? રાણીઓ શું ઘસવા બેઠી હતી? ૩. ખળભળાટ શેનો થયો? અને ખળભળાટ બંઘ કેમ થયો?૪. ખળભળાટ શાંત થવાથી નમિરાજર્ષિ શું વિચારવા લાગ્યા? ૫. વૈરાગ્ય થવાથી શેની સ્મૃતિ થઈ? ૬. શું વિચારી શયન કરી ગયા? અન્યત્વભાવના - ચક્રવર્તી ભરતેશ્વર ૧. આંગળીમાંથી શું સરી પડ્યું? અને આંગળી અડવી કેમ જણાઈ? ૬૦

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67