Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 39
________________ મોક્ષમાળા સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરુપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ. પાપપ્રનાલને રોકવા માટે આસ્રવભાવના અને સંવર-ભાવના, તપ મહાફળી માટે નિર્જરાભાવના અને લોકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દર્શને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી. દશમ ચિત્ર સમાપ્ત. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૧૧. બોઘદુર્લભભાવના : સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ઘર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોઘદુર્લભભાવના. ૧૨. ઘર્મદુર્લભભાવના ઘર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ઘર્મદુર્લભભાવના. મોક્ષમાળા ગ્રંથમાંના દ્રષ્ટાંતો શિક્ષાપાઠ ૧૭. બાહુબળા બાહબળ એટલે પોતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનો નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પોતાના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુઘશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમ્રાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુઘી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એક્ટ હક્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોઘ આવ્યો. તેણે મહાબળવત્તર બુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે! ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો. મિથ્થા પરસ્પરનો નાશ શા માટે કરવો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી; તેમ ઉગામી તે ૩૬

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67