Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 58
________________ કપિલમુનિનું દ્રષ્ટાંત હાસ્યવિનોદરૂપે થયો; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંઘાઈ. કપિલ તેનાથી લુબ્બાયો! એકાંત બહુ અનિષ્ટ ચીજ છે !! વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયો. ગૃહસ્થ તરફથી મળતાં સીઘાંથી બન્નેનું માંડ પૂરું થતું હતું; પણ લૂગડાંલત્તાંના વાંઘા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવો છતાં હળકમી જીવ હોવાથી સંસારની વિશેષ લોતાળની તેને માહિતી પણ નહોતી. એથી પૈસા કેમ પેદા કરવા તે બિચારો તે જાણતો પણ નહોતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે, મૂંઝાવામાં કંઈ વળવાનું નથી, પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાનો એવો નિયમ છે કે, સવારમાં પહેલો જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે બે માસા સોનું આપે છે. ત્યાં જો જઈ શકો અને પ્રથમ આશીર્વાદ આપી શકો તો તે બે માસા સોનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાઘા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે, જો હું ચોકમાં સૂઉં તો ચીવટ રાખીને ઉઠાશે. પછી તે ચોકમાં સૂતો. અઘરાત ભાગતાં ચંદ્રનો ઉદય થયો. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવા માંડ્યું. રક્ષપાળે ચોર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભો રાખ્યો. કપિલ બેભાન જેવો ઊભો રહ્યો; રાજાને તેનાં ચોરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી તેને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચ્છા થઈ, એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જો એટલી તરખડ થઈ પડી છે, તો હવે તારી ઇચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ થોડી વાર મૂઢ જેવો રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી? કપિલે ઉત્તર આપ્યો, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠો. શિક્ષાપાઠ ૪૮. કપિલમુનિ-ભાગ ૩ બે માસા સોનું લેવાની જેની ઇચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણાતરંગમાં ઘસડાયો. પાંચ મહોર માગવાની ઇચ્છા કરી, તો ત્યાં વિચાર આવ્યો કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ ફર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઉતરાય નહીં, માટે સો મહોર માગવી. ત્યાં વળી વિચાર ફર્યો. સો મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભોગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહોરની યાચના કરવી ઠીક છે; પણ એક હજાર મહોરે છોકરાંકૈયાંના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તો પૂરું પણ શું થાય? માટે દશ હજાર મહોર માગવી કે જેથી જિંદગીપર્યત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઇચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહોરની માગણી કરું કે જેના વ્યાજમાં બઘા વૈભવ ૫૫.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67