________________
મોક્ષમાળા
હવે પાછી વાળવી પણ યોગ્ય નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું;
અને ત્યાંથી મુનિસ્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઇચ્છા કરી; પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તો મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો; પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર!હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરો; એનાથી તો બહુ શોખું.” એઓનાં આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ ક્યાં ઊતર્યો છું? હવે એથી ઊતરવું એ જ મંગળકારક છે.” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યો. વાંચનાર ! જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે !!
શિક્ષાપાઠ ૨૨. કામદેવ શ્રાવક મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળભાવથી ઘારણ કરનાર વિવેકી અને નિગ્રંથવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુર્મા સભામાં ઇદ્રે એક વેળા કામદેવની ઘર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો ‘તે બોલ્યો : “એ તો સમજાયું! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમ જ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ઘર્મદ્રઢ”. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ઘર્મદ્રઢ કામદેવ તે વેળા કાયોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગૂંદ્યો તો પણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા, તોય કામદેવ કાયોત્સર્ગથી લેશ ચળ્યો નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ઘારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તોપણ કામદેવ કાયોત્સર્ગથી ચળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા; તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ઘારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેરે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો. - “કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોઘ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.” ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. “પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં
૩૮