Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 45
________________ મોક્ષમાળા ‘‘તમે શું કહો છો?’’ નારદે કહ્યું : ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ’, તમને ક્યાં નથી સાંભરતું? વસુરાજા બોલ્યો : ‘અજ’ એટલે ‘બોકડો’, પણ ‘વ્રીહિ’ નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યો; વસુ કાળ પરિણામ પામ્યો. આ ઉપરથી આપણે ‘સઘળાએ સત્ય, તેમ જ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવારૂપ મુખ્ય બોધ મળે છે. છે,' એ જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યાં છે; તેમાંનાં પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. શિક્ષાપાઠ ૨૫. પરિગ્રહને સંકોચવો જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યોગથી એવી પાપ-ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા . છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. સુભુમ ચક્રવર્તીનું દૃષ્ટાંત છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભૂમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હજુ તે તરસ્યો રહ્યો. એટલે ઘાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાથે છે; અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આશા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે, કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ઘારી તે ૪૨

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67