________________
મોક્ષમાળા
ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા
ત્યારે ચર્મરત્ન બૂડ્યું; અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત સુભૂમ નામનો તે ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ! છ ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવતીનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તો કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે પાપનો પિતા છે. અન્ય એકાદશી વ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન
કરવું.
શિક્ષાપાઠ ૨૯. સર્વ જીવની રક્ષા-ભાગ ૧ દયા જેવો એકે ઘર્મ નથી. દયા એ જ ઘર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ઘર્મમતો પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહ તો મનુષ્યદેહની રક્ષા કરો, એમ કહે છે; તેમ એ ઘર્મમતવાળા ઝનૂની અને મદાંઘ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહા પાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેઘડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, તોપણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે; પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળો પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્ત્વબોઘના યોગબળથી વધ્યો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોળો કુટુંબ પરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ઘર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે; પરંતુ આ થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ઘર્મતત્ત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ
४४