________________
મોક્ષમાળા
એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબોધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી!
શિક્ષાપાઠ ૩૦. સર્વ જીવની રક્ષા-ભાગ ૨
અભયકુમારની યુક્તિ
મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠો હતો. પ્રસંગોપાત્ત વાતચીતના પ્રસંગમાં માંસલુબ્ધ સામંતો હતા તે બોલ્યા કે, હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ, રાજા અંતઃપુરમાં ગયા, ત્યાર પછી કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, તેને તેને ઘેર અભયકુમાર ગયા. જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે, આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા! અભયકુમારે કહ્યું : મહારાજા શ્રેણિકને અકસ્માત્ મહા રોગ ઉત્પન્ન થયો છે. વૈદ્ય ભેળા કરવાથી તેણે કહ્યું કે, કોમળ મનુષ્યના કાળજાનું સવા ટાંકભાર માંસ હોય તો આ રોગ મટે. તમે રાજાના પ્રિયમાન્ય છો માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છું. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મૂઆ વિના શી રીતે આપી શકું? એથી અભયકુમારને પૂછ્યું : મહારાજ, એ તો કેમ થઈ શકે? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા ‘આપ્યું તે તે’ અભયકુમાર લેતો ગયો. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થયો. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બોલ્યા : મહારાજ કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે; તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું; પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સસ્તું કે મોંઘું? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું : આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળાં, બોલતાં ચાલતાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળા છે. તેમને મોતરૂપ દુઃખ આપીએ તે કેવું
૪૬