Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 37
________________ ભાવનાબોઘ-બાર ભાવના નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો ઠર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધાં. એક વેળા પોતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટ્યું. દ્રઢપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભોજન કર્યું હતું. તે ક્ષીરભોજનના ભાજનને તે વિપ્રનાં મનોરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દ્રઢપ્રહારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે બ્રાહ્મણીએ કહ્યું, “એ મૂર્ખના મહારાજા! અભડાવ કાં? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી?” દ્રઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોઘ વ્યાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળઘર્મ પમાડી. નાહતો નાહતો બ્રાહ્મણ સહાયતાએ ઘાયો, તેને પણ તેણે પરભવપ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દૃઢપ્રહારીને મારવા માંડ્યો; તે મહા દુષ્ટ તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું; તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી! મારો એ મહાપાપથી ક્યારે છૂટકો થશે? ખરે ! આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે! એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશલુંચન કર્યું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયોત્સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લોકોએ એને બહુવિઘે સંતાપવા માંડ્યા. જતાં આવતાંનાં ઘૂળઢેફાં અને પથ્થર, ઈટાળા અને તરવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપ-પ્રાપ્ત થયા. ત્યાં આગળ લોકસમુદાયે દોઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીઘા. દ્રઢપ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા; દોઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપ્યો, ત્યાંથી દોઢ મહિને મૂકી દીઘાથી ચોથી પોળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાઘર રહ્યા. છઠ્ઠું માસે અનંત કર્મસમુદાયને બાળી વિશોથી વિશોળીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરાભાવના દ્રઢ થઈ. હવે– દશમ ચિત્ર લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવના - એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લોકસ્વરૂપ છે. કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઊંચે બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે લોકાલોકપ્રકાશક ૩૪

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67