________________
દ્રઢ પ્રહારીનું દૃષ્ટાંત
છે.” તો પણ રુક્મિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ઘનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુકિમણીને સાથે લીધી; અને જ્યાં વજસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુક્મિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર
આવ્યો.
| યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકિમણીએ વજસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહાસુંદરી રુક્મિણી પોતાના મોહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુક્મિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દ્રઢતાથી રુકિમણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુક્મિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું; મન, વચન, અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે.
ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત.
નવમ ચિત્ર
નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરાભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દ્રષ્ટાંત કહીશું.
વૃઢપ્રહારી દ્રષ્ટાંત - કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સસ્તવ્યસનભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંઘ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપનામ દૃઢપ્રહાર કરીને સ્થાપ્યું. તે દ્રઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયો.
૩૩