Book Title: Drusthant Katha
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 32
________________ કુંડરિક પુંડરિકનું દૃષ્ટાંત યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. પ્રમાણશિક્ષા :- તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસાર ભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધોગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યોગીંદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુક્ત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવઘારણ કરતાં તપપરિષહાદિકના બહિઃખને દુઃખ માન્યું છે; અને મહાઘોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે; એ જો કેવી ભ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્તૃશ્ય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહા પ્રભાવિક, મહા યશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુઃખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાઘે છે. | મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવના રૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તિનો. અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે; એ ઉપરથી નિવૃત્તિબોઘ અંતર્દર્શનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિનો પવિત્ર વિચાર તત્ત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે. ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત. સપ્તમ ચિત્ર આસ્રવભાવના દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આઅવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે. - કુંડરિક દ્રષ્ટાંત - મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ૨૯

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67