________________
ભાવનાબોઘ-બાર ભાવના
સંવાદ પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ - રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એત્વને સિદ્ધ કર્યું.
એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર “ભાવનાબોઘ' ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.
ચતુર્થ ચિત્ર અન્યત્વ ભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના;
ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના; ના મારાં ઘન ઘામ યૌવન ઘરા, એ મોહ અજ્ઞાત્વના;
રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ:- આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોઘ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર! વિચાર કર!
મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ :
રાજાધિરાજ ભરતેશ્વર દ્રષ્ટાંત :- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી, જેના ઘનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મઘુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચટક હતાં; જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના
૧૪