________________
ભાવનાબાધ બાર ભાવના
અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ઘર્મઘ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંઘીનું મેં તમને હૈ મહાભાગ્યવંત! જે આમંત્રણ કીધું તે સંબંઘીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું." એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો.
પ્રમાણશિક્ષા :– અહો ભળ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિશ્ર્ચય અને મહાદ્યુત અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરાભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દૃષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાધ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે!
ઇતિ શ્રી ‘ભાવનાબોધ' ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્રે ‘અશરણભાવના'ના ઉપદેશાર્થે મહા નિર્પ્રન્થનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું.
તૃતીય ચિત્ર એકત્વભાવના
(ઉપજાતિ)
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે,
એકત્વ એથી નયસુન્ન ગોતે.
-
જ
વિશેષાર્થ :– શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા પુત્ર કોઈથી લઈ શકાતાં નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે, એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે.
નમિરાજર્ષિ અને શકેંદ્રનો સંવાદ
દૃષ્ટાંત :— મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિ-રાજર્ષિ અને શકેંદ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી
८