________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૮ કર્મ અધિકારની વિષય વસ્તુ સમજાઈ ગઈ, પરંતુ એક ૯૫ નંબરના કળશનું યથાર્થ સ્વરૂપ ન સમજાયું, અને તેનો ઉત્તર સ્વયંથી જ છ મહિના પછી મળી ગયો. આમ પ્રથમથી જ સ્વતંત્ર વિચારક હતા; તેમજ સ્વરૂપના શોધક હતા, તેઓશ્રીનું શરૂઆતથી અંત સુધીનું જીવન પ્રયોગાત્મક હતું, તત્ત્વ નિર્ણય, પ્રયોગ અને આત્મઅનુભવ ઉપર જ વજન હતું.
(૧૯) જામનગરના જૂના દિગમ્બર વીરજીભાઈ વારિયા સાથે ઘનિષ્ઠ પરિચય
શ્રી વીરજીભાઈ વારિયા સૌરાષ્ટ્રમાં સૌથી જૂના દિગમ્બર મુમુક્ષુ હતા, તેઓશ્રી આત્મજ્ઞાની હતા. તેઓ રાજકોટ આવતા અને સૂક્ષ્મ તત્ત્વચર્ચા કરતા ત્યારે તેઓશ્રીનો એક પ્રશ્ન પૂ. ભાઈશ્રી પોતાના પ્રવચનોમાં ઘણી વખત દોહરાવતા. વીરજીભાઈએ પૂછયું “લાલચંદભાઈ ! શું જણાય છે?” પૂ. ભાઈશ્રીએ ઉત્તર આપ્યો કે: થાંભલો જણાય છે. ત્યારે વીરજીભાઈએ કહ્યું કે થાંભલો નથી જણાતો “જ્ઞાન જણાય છે. ત્યારે પૂ. ભાઈશ્રીએ કહ્યું અત્યારે તો મને થાંભલો જણાય છે. પણ જ્યારે મને જ્ઞાન જણાશે ત્યારે હું કહીશ કે “ જ્ઞાન જણાય છે.”
(૨૦) તેઓશ્રીએ શરૂઆતમાં દિગમ્બર સાધુ તેમ વિદ્વાનોને પૂછેલા પ્રશ્નો:
પુત્રના લક્ષણ પારણામાંથી તેમજ પૂ. ભાઈશ્રીની પ્રતિભા ઝળક્યા વિના ન રહેતી. તેમણે ૨00૮ ની સાલમાં પંડિતજીને પ્રશ્ન કર્યો કે “આત્મા સાપેક્ષ છે કે નિરપેક્ષ છે?” બીજા એક પ્રખર દિગંબરસાધુને પ્રશ્ન કર્યો કે “સમ્યગ્દર્શન થાય તે સવિકલ્પદશામાં થાય કે નિર્વિકલ્પ દશામાં થાય ?” તે વિદ્વાને ઉત્તર આપેલો “ભૈયા મિશ્ર અવસ્થા હૈ.” ત્યારબાદ એક પ્રશ્ન પૂ. ગુરુદેવના શિષ્ય વર્ગના વિદ્વાનને કરેલો, “આત્મા કર્તા નથી ને કારણ નથી, તો તેનો શું અર્થ?” તો ઉત્તર મલ્યો કે કર્તા નથી કારણ નથી બન્નેનો અર્થ એક જ છે. ત્યારે પૂ. ભાઈશ્રીને થયું કે આચાર્ય ભગવાન બે શબ્દ મૂકે છે કર્તા નથી, કારણ નથી, તો તેનો અર્થ પણ જુદો જુદો થતો હોવો જોઈએ.
(૨) સમયસાર ગાથા ૧૩ની ટીકામાં “ભૂતાર્થનયે નવને જાણતાં નિયમથી સમ્યગ્દર્શન થાય છે.” એવું બીજા શાસ્ત્રમાં બીજે ક્યાંય છે કે નહીં? બાકી નવતત્ત્વને જાણતાં સમ્યગ્દર્શન એ તો પ્રચલિત વાત છે. અને તેમાં એકવચનથી નીકળે છે... પણ...
ભૂતાર્થનય” વિશેષણ ક્યાં છે તેના માટે તત્ત્વાર્થસૂત્રની ત્રણ ટીકા છે. (૧) ઉમાસ્વામિની (૨) અકલંકદેવની (૩) આચાર્ય વિધાનંદીની. ત્રણે ટીકાઓ જોઈ, પરંતુ ભૂતાર્થ નય ' શબ્દ ક્યાંય ન મલ્યો. પછી ગૌહાટી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com