________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬ જે વિદ્વાન પંડિત પાસે સિદ્ધાંત પ્રવેશિકા શીખવાની હતી તેમણે કહ્યું કે મને વહેલી સવારે ચાર વાગ્યા પછીનો સમય અનુકૂળ છે, અને સવારના છ વાગ્યા પછી હું મારી પ્રવૃત્તિમાં વ્યસ્ત છું; માટે તમારે તત્ત્વજ્ઞાન શીખવું હોય તો વહેલી સવારના આવો. જિજ્ઞાસાવૃત્તિના ધારક પૂ. ભાઈશ્રીએ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં જવાનું શરૂ કર્યું. ઘરમાં કોઈને કહ્યું નહીં, નહિતર જવા ન દે, ત્યારે કયારેક તાવ પણ આવી જતો અને શરદીની તો પ્રકૃતિ પ્રથમથી જ હતી, આમ પ્રાથમિક પાઠશાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સાથે આત્માર્થી વિદ્વાન ડૉ. ચંદુભાઈ તેમજ તેમની ઉંમરના ઘણા મુમુક્ષુઓએ સાથે અભ્યાસ શરૂ ર્યો. પૂ. ભાઈશ્રીએ શરણલાલ પંડિતજીને પૂછયું! હું શાસ્ત્ર સ્વયં સીધું કયારે વાંચી શકીશ? પંડિતજીએ કહ્યું કે છ મહિના પછી સીધો શાસ્ત્રનો અભ્યાસ કરી શકશો.
(૧૫) નિમિત્તની મુખ્યતાવાળા પંડિતના ચક્કરમાં અને પૂ. ગુરુદેવની અપાર કરુણા
જેમ સૂર્યોદય થતાં સૂરજનાં કિરણો પોતાની લાલિમા ચોમેર પ્રસરાવી અંધકારને દૂર કરે છે તેમ પૂ. ગુરુદેવશ્રીએ સમસ્ત મુમુક્ષુ જનોનાં હૃદય કમળમાં અજ્ઞાન અંધકાર દૂર કરી જ્ઞાન પ્રકાશ વડે જાગૃત કર્યા છે. ચિર અજ્ઞાનના સંસ્કારના કારણે, પૂ. ભાઈશ્રીનું ગ્રુપ એક નિમિત્તની પ્રધાનતાવાળા તર્કબાજ પંડિતનાં બાણથી વિંધાઈ ગયું. પૂ. ગુરુદેવશ્રીને ખ્યાલ આવ્યો કે આ બાળકો નિમિત્ત-પ્રધાની પંડિતના ચક્કરાવાના વમળમાં ફસાઈ ગયા છે. પછી દર રવિવારે બે-ત્રણ ગાડી દ્વારા બધા સોનગઢ જાય. એટલે પ્રવચનનો વિષય બીજો હોય અને પૂ. ગુરુદેવ સમયસાર અગિયારમી ગાથાનો ભાવાર્થ કાઢીને વાંચે, જુઓ, “જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે” તેનાં ઉપર વિસ્તૃત છણાવટ કરે, આમ પ્રથમ વખત બન્યું ત્યારે તો ખ્યાલ ન આવ્યો. પછી બીજી વખત સોનગઢ ગયા તો અગિયારમી ગાથાનો ભાવાર્થ વાંચે....... ત્યારે પૂ. ભાઈશ્રીને લાગ્યું વિષયથી વિષયાન્તર થઈને પૂ. ગુરુદેવ આપણને કહેતા લાગે છે, પછી ત્રીજી વખત સોનગઢ ગયા તો અગિયાર ગાથાનો ભાવાર્થ કાઢયો ત્યારે પૂ. ભાઈશ્રીને ખ્યાલ આવ્યો કે અરે! આ ટકોર તો અમારા માટે છે. મારા ઉપર અપાર નિષ્કારણ કરુણા વરસાવે છે અને તેમનાં હૃદયમાં આ વાત પ્રકીર્ણિત થઈ ગઈ, આમ પૂ. ગુરુદેવશ્રીના સમાગમથી યથાર્થ પુરુષાર્થ શરૂ થયો.
(૧૬) ગુરુની ઓળખમાં પરીક્ષા પ્રધાનીપણું
જૈન સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમની સામે બે વ્યક્તિ હતી. એક આપણા તારણહાર પૂ. ગુરુદેવ અને બીજા દિગમ્બર ધર્મના સાધુ કે જેમને સમયસારની સંસ્કૃત ટીકા (મોઢે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com