Book Title: Dravya Sangraha Prashnottari Tika Author(s): Manohar Varni, Mukundbhai Soneji Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad View full book textPage 6
________________ અભ્યાસી વર્ગને આ ગ્રંથના સ્વાધ્યાય દરમ્યાન જૈન તત્ત્વ જ્ઞાનના વિધ વિધ સર્ભ વિષયો જેવા કે અનાદિઅનંત સ્થિતિવાળા છ દ્રવ્યોનું વિશદ વર્ણન, બાર ભાવનાઓનું સુંદર શાંતરસઝરતું આલેખન, વ્યવહાર નિશ્ચયના અવિરોધને સાધવાની વિધિ અને તેનો ક્રમ, સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકક્યારિત્રનું ઉભયન સાપેક્ષ સ્વપ, મુનિચર્યાનું સંક્ષિપ્ત સ્વરૂપ, સર્વ. આત્મસાધકોને અત્યંત ઉપયોગી એવા ધ્યાનના વિષયનું વિસ્તારાત્મક નિરૂપણ અને તેના અભ્યાસમાં પ્રેરણા, પંચપરમેષ્ઠિનું સ્વરૂપ વિગેરે અનેક વિષયોનું સાંગોપાંગ પ્રરૂપણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે, સર્વતોમુખી પ્રતિભાવાળા આ ગ્રંથનો સ્વાધ્યાય કરતા સાધકને આ સઋત પ્રત્યે અને તેવા સત્કૃતના પ્રણેતા પ્રજ્ઞાવંત આચાર્યો પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી. દ્રવ્ય સંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા મૂળ પ્રાકૃત ગ્રંથની હિન્દી પ્રશ્નોત્તરી ટીકાના કર્તા અધ્યામયોગી શ્રીમત સહજાનંદજી વર્ણજી મહારાજ છે. તેઓ પ્રસિદ્ધ અધ્યાત્મસંત પૂજ્ય શ્રી ગણેશપ્રસાદજી વર્ણના સુશિષ્ય છે અને જૈન સમાજમાં માટે વણજીના નામથી ઓળખાય છે. તેઓ ઉચ્ચ કોટિના અત્મસાધક અને એક સિધ્ધહરતક લેખક છે. ટીકારૂપે અથવા સ્વતંત્ર ગ્રંથરૂપે તેઓએ લગભગ ૨૦૦ ઉપર ગ્રંથ સંસ્કૃત અને હિંદી ભાષામાં પ્રણીત કર્યો છે જેમાં જૈનદર્શનના વિવિધ વિષયો ઉપર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હિન્દી-પ્રશ્નોત્તરી ટીકામાં મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના આધારે અનેક ઉપયોગી પ્રશ્નોત્તરરૂપે મૂળ ગ્રંથના આશયને વિશદ રીતે છતાં સરળતાથી સમજાવવામાં આવ્યો છે. પ્રશ્નોત્તરરૂપે આ ગ્રંથની સંકલના થઈ હોવાને લીધે, ક્રમબધ્ધ અભ્યાસ ન કરી શકે તેવા અભ્યાસીને પણ તેના વાચનમાં વિષયભંગ થતું નથી તથા કંટાળો પણ આવતો નથી. આ દ્રષ્ટિએ ગણીએ તે ગ્રંથના અભ્યાસમાં સુગમતા લાવવાને યશ પ્રશ્નોત્તરી–ટીકાના કર્તાને ફાળે જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 498